<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ઉનામાં રિસાયેલા મેઘરાજાના મનામણાં: ૨૪ કલાકમાં ૫ ઇંચ

મુરઝાતા પાકને જીવતદાનઃ મગફળી કપાસ સોયાબીન કઠોળ તથા શેરડી પાકને ફાયદોઃ સતત ત્રણ દિવસ વરસાદથી આનંદ છવાયો ઉના ગ્રામ્‍યમાં અમોદ્રા દેલવાડા નવા બંદર વાંસોજ,અંજાર, મોઠા, સનખડી, ગાંગડી, ભાચા, અને કંસારીમાં ૨ ઇંચ


 

(નવીન જોષી દ્વારા) ઉના, તા.૧૫: શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં વરસાદ ખેંચાતા વેપારીઓ અને લોકો દ્વારા મેઘરાજાને મનાવવા માટે પર યજ્ઞ તથા પ્રાર્થના શરૂ થઇ હતી લાંબા સમયબાદમેઘરાજાએ  લોકોની પ્રાર્થના સાંભળીને રીસાયેલા મનામણા કરી વરસવાનું શરૂ કરતા ખેતરમાં સુકાય રહેલ પાકને જીવતદાન મળ્‍યુ છે.

સર્વત્ર આનંદનો માહોલ બની ગયો છે આજે સવારે પુરા થતા ૨૪ કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસી જતા ઉનામાં મોસમનો કુલ વરસાદ ૨૬ ઇંચ થયો છે. ગઇકાલ સાંજ પછી મેઘરજાએ વિરામ લીધો આજે સવારે ધુપછાંવ છે.

ઉનાશહેર  તથા ગ્રામય  પંથક માં ૨૪ કલાકમાં પાંચ ઈચ વરસાદ વરસી ગયો છે. ગીરગઢડા શહેર અને  ગ્રામ્‍ય પંથકમાં એક થી બે ઇંચ વરસાદ વરસી ગયો  હતો ભાદરવા માસમાં અષાઢી માંહોલમાં ઉના શહેર મા રોડ ઉપર વરસાદ પાણી વહેવા લાગ્‍યા આ ઉના

 શહેર અને ગ્રામ્‍ય પંથકમાં  સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્‍યો ે  હતો ગઇકાલે સવારે  દસ વાગ્‍યાથી થી ધીમીધારે અને ત્‍યારબાદ ધોધમાર વરસાદ ભરોસો શરૂ થયો હતો અને સાંજે ચાર વાગ્‍યા સુધીમાં બે ઇંચ વરસાદ ઉ ના શહેરમાં વરસી ગયો હતો અને ઉના શહેરમાં પોસ્‍ટ ઓફિસ ચોક થી ટાવર ચોક સુધી રોડ ઉપર જાણે નદી વહેતી હોય તેમ ગોઠણડૂબ પાણી વહેવા લાગ્‍યા હતા ગઇકાલે સાંજે છ વાગ્‍યા સુધીમાં મોસમનો કુલ વરસાદ ૨૬ ઇંચ મીમી નોંધાયો છે તેમજ ઉના તાલુકાના ગ્રામ્‍ય પંથક અમોદ્રા,દેલવાડા, નવા બંદર, વાંસોજ, અંજાર,મોઠા,  સનખડા,ગાંગડા, ભાચા,અને કંસારી વગેરે ગામોમાં પણ બે ઇંચ વરસાદ વરસી ગયો છે તેમ જ ગીર ગઢડા તાલુકાના જુડવડલી ગામે પણ આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસવો ચાલુ થયો હતો અને બે ઇંચ વરસાદ વરસી ગયો હતો તેમ જ ઈટવાયા, ફાટસર, વડવીયાળા,ખાપટ વગેરે ગામોમાં પણ બે ઇંચ વરસાદ વરસી જતા ચોમાસુ પાકને ફાયદો થયો છે. 

ગીરગઢડા  ગામ મા એક ઇંચ વરસાદ વરસેલ છે.આ ત્રણ દિવસ થી વરસતો વરસાદ થી  ખેતરમાં વાવેલ મગફળી, કપાસ, સોયાબીન, અને કઠોળ તેમજ શેરડી પાકોને પણ ફાયદો થયો છે સાંજે ચાર વાગ્‍યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો.સાંજે છ પછી ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે.

 ગણેશ જયંતિ હોય દરેક પંડાલ વાળા ગણપતિજી ની મૂર્તિ વરસતા વરસાદ મા પંડાલ સ્‍થાપના કરી પૂજા અને આરતી કરી હતી. જાણે વિઘ્‍ન હરતા ગણેશજી મૂંગા અબોલ જીવો અને ખેડૂતો નું વિઘ્‍ન દુરકરવા  મેઘ રાજા સાથે આગમન કર્યું છે.

(11:30 AM IST)