<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

તાલુકા સ્‍વાગત સભામાં રજૂઆતકર્તાઓને ન બોલાવાતાં રોષઃ કોટડા સાંગાણી મામલતદાર કચેરી સામે અન્‍યાયના આક્ષેપ

કોટડા સાંગાણી, તા.૨૭: તા.૨૧/૧૦/૨૦૨૬ ના રોજ યોજાયેલા તાલુકા સ્‍વાગત કાર્યક્રમ દરમિયાન પોતાની અરજી બાબતે રજૂઆત કરવા પહોંચેલા અરજદારોને સભામાં ન બોલાવાતાં અને કોઈ પત્ર કે જાણ ન કરાતાં ભારે રોષ વ્‍યાપી ગયો છે.

આ અંગે ગોસ્‍વામી ઈલાબેન જેન્‍તીગીરી દ્વારા કરાયેલ રજૂઆત અનુસાર, મામલતદાર કચેરી, કોટડા સાંગાણી ખાતે તા.૧૦/૯/૨૦૨૬ ના રોજ ઇનવર્ડ નંબર ૫૬૭૨ થી અરજી દાખલ કરવામાં આવી હતી. તેમ છતાં, ૨૧/૧૦/૨૦૨૬ ના રોજ યોજાયેલ સ્‍વાગત સભામાં તેમને પોતાની વાત રજૂ કરવાનો તક આપવામાં આવ્‍યો ન હતો.

અરજદારે આક્ષેપ કર્યો છે કેઃ આ પ્રશ્‍ન છેલ્લા ૨૫ વર્ષથી ચાલ્‍યો આવે છે અને વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માત્ર સામાપક્ષના સૂચનોને ધ્‍યાને રાખીને કામ કરવામાં આવે છે. અધિકારીઓ દ્વારા અપમાનઃ રજૂઆતકર્તાઓ સાથે વારંવાર અપમાનજનક વ્‍યવહાર કરવામાં આવે છે અને એકતરફી વાજબી માગણીઓને અણદેખી કરીને અધિકારીઓ શું સાબિત કરવા માંગે છે તે સમજાતું નથી.

આશરે ૨૫ વર્ષ પહેલાં ગ્રામ પંચાયત અને ગ્રામસભા દ્વારા સમાધિ સ્‍થાન અંગેનો ઠરાવ પંચાયતે આપ્‍યો હતો. તેથી હાલ આ બાબતે યોગ્‍ય નિર્ણય કરીને તાત્‍કાલિક ન્‍યાય આપવામાં આવે. આ બાબતે અરજદારો અને તેમની સમિતિ દ્વારા તાત્‍કાલિક ધોરણે યોગ્‍ય ન્‍યાય મળે તેવી માંગ કરવામાં આવી છે.

(1:24 PM IST)