News of Thursday, 24th September 2026
મોરબીઃ મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહે ‘રેનબસેરા કા રાજા' ગણેશ મહોત્સવમાં યોજાઈ મહાઆરતી

મોરબીઃ મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના હેઠળ કાર્યરત મહારાણી નંદકુંવરબા આશ્રયગળહ ખાતે ‘રેનબસેરા કા રાજા' ગણેશ મહોત્સવ અંતર્ગત મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરી ઘરવિહોણા લોકો માટે સિદ્ધિ ખાદીગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલિત અને મહાનગરપાલિકાના સંપૂર્ણ સહયોગ હેઠળ ચાલતા આ આશ્રયગળહ ખાતે મહાઆરતી યોજાઈ હતી. આ પ્રસંગે કમિશનર સંગીતા રૈયાણી, ડેપ્યુટી કમિશનર બ્રિજેશ કાલરીયા અને ડેપ્યુટી કમિશનર સંજયકુમાર સોની દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. આશ્રિતોને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કમિશનરે આશ્રયગળહમાં રહેતા નાગરિકો સાથે આત્મીયતાપૂર્વક મુલાકાત કરી હતી અને તેમની સુખાકારી તેમજ આશ્રયગળહમાં ઉપલબ્ધ સુવિધાઓ અને વ્યવસ્થાઓ અંગે માહિતી મેળવી હતી. મોરબી મહાનગરપાલિકા દ્વારા જરૂરિયાતમંદ અને ઘરવિહોણા નાગરિકોને સુરક્ષિત આશ્રય, સ્વચ્છ વાતાવરણ તથા જરૂરી સુવિધાઓ મળી રહે તેવા સતત પ્રયાસો થઈ રહ્યા છે
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
