તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
શ્રી સોમનાથ મહાદેવના દર્શને આનંદીબહેન પટેલ
શ્રી સોમનાથ મંદિરના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ ટ્રસ્ટ વતી ઉત્તરપ્રદેશના રાજ્યપાલને સોમનાથ મહાદેવની તસવીર તેમજ પ્રસાદ ભેટ અર્પણ કરી સોમેશ્વર પૂજા કરીઃ ઢોલ-શરણાઈના સૂરો વચ્ચે ધ્વજારોહણ કરતાં ઉતરપ્રદેશના રાજ્યપાલ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૦: પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે ભાવપૂર્વક મહાદેવના દર્શન કર્યા હતાં. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદી બહેન પટેલે સોમેશ્વર મહાપૂજા સંપન્ન કરી ઢોલ-શરણાઈના સૂરો વચ્ચે ધ્વજારોહણ કરી મહાદેવના આશીર્વાદ મેળવ્યાં હતાં.
સવારના આહલાદક સમયમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે મંદિરમાં પૂજા કરીને શ્રી સોમનાથ મહાદેવ સમક્ષ પંચામળત, ગંગાજળ સહિત દ્રવ્યો અર્પણ કરી ભગવાન ભોળાનાથનું અર્ચન કર્યું હતું.
સોમેશ્વર પૂજા સંપન્ન કર્યા બાદ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે ઢોલ-શરણાઈના સૂરો વચ્ચે મંદિરની પ્રદક્ષિણા કરી ધ્વજારોહણ કર્યું હતું.શ્રી સોમનાથ મંદિરના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ ટ્રસ્ટ વતી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલને સોમનાથ મહાદેવની તસવીર તેમજ પ્રસાદ ભેટ અર્પણ કરી હતી.
દર્શન બાદ વેરાવળ સ્થિત શ્રી સોમનાથ સંસ્કળત યુનિવર્સિટીના પ્રતિનિધિ મંડળે સોમનાથ મંદિર પરિસર સ્થિત સાગર દર્શન ખાતે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે શુભેચ્છા મુલાકાત કરી હતી.
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદી બહેન પટેલે પ્રતિનિધિમંડળની મુલાકાત કરી અને યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતી સંસ્કળત ભાષા અને ભારતીય જ્ઞાનપરંપરાના ઉત્કર્ષ માટેની પ્રવળત્તિઓને પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું.(-માહિતી ખાતુ-ગીર સોમનાથ)
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
