તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
અંજાર શહેરમાં રખડતા આખલાએ હડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધનું મોત
બોરડી ફળિયામાં રહેતા ભરતભાઈ મહાશંકર પંડ્યાએ ત્રણ દિવસની સારવાર બાદ દમ તોડ્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ : અંજાર શહેરમાં લાંબા સમયથી રખડતા ઢોરનો ગંભીર ત્રાસ જોવા મળી રહ્યો છે. તે દરમિયાન રસ્તા પર રખડતા આખલાની ઝપટે આવી જતાં વૃદ્ધ ભરતભાઈ મહાશંકર પંડ્યા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ત્રણ દિવસની સારવાર દરમિયાન તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે રખડતા પશુઓની સમસ્યા લાંબા સમયથી માથાનો દુખાવો બનેલી છે. સ્થાનિકો દ્વારા અંજાર નગરપાલિકા પાસે તાત્કાલિક ધોરણે રખડતા ઢોરને પકડવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત જોખમી વિસ્તારોની ઓળખ કરી પશુઓને રસ્તા પર છુટા મુકનારા માલિકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ બુલંદ બની છે.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
