તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 30th September 2026
ખંભાળિયામાં વાહન ફિટનેસ સર્ટિફિકેટ કેન્દ્રનો કર્મચારી ACBની ટ્રેપમાં ઝડપાયો
જામનગર રોડ પર મામા સાહેબની જગ્યા પાસે ફિટનેસ સર્ટી આપવા લાંચ લેતા રંગેહાથ પકડાયો : ACBએ આગળની કાર્યવાહી હાથ ધરી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.30 : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વાહનોને ફિટનેસનું કામ કરતી એજન્સીનો કર્મચારી એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટ્રેપમાં પકડાયો છે.
મળતી માહિતી મુજબ ACBને મળેલ ફરિયાદના આધારે આ ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ખંભાળિયા-જામનગર રોડ પર મામા સાહેબની જગ્યા પાસે આવેલ ફિટનેસ સર્ટિફિકેટ કેન્દ્રમાં કામ કરતા કર્મચારીને ફિટનેસ સર્ટિફિકેટ આપવાના બદલામાં પૈસા લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે.
ACB દ્વારા આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
