News of Tuesday, 6th October 2026
મેંદરડાના ચિરોડામાં વીજ ફોલ્ટ રિપેર કરવા ગયેલા વિજ કર્મીનું કરંટ લાગતાં મોત
સરદાર ફીડરમાં ફોલ્ટ શોધવા ગયા બાદ ચાલુ લાઇનના સંપર્કમાં આવતા કરંટ લાગ્યો'તો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૬: મેંદરડા નજીકના ચિરોડા ગામે રાત્રિના સમયે વીજ પુરવઠો ખોરવાઈ જતાં ફોલ્ટ ચેક કરવા ગયેલા પヘુિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ વિભાગ-૨ના કર્મચારીને અચાનક વીજ કરંટ લાગવાથી તેમનું મોત નીપજતાં સમગ્ર પંથકમાં અને વીજ કંપનીના વર્તુળમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
પીજીવીસીએલ વર્તુળ શાખાના ઈજનેર એસ.એચ. રાઠોડના જણાવ્યા અનુસાર સરદાર ફીડરમાં ટેકનિકલ ખામી (ફોલ્ટ) સર્જાઈ હતી. આ ફોલ્ટ શોધવાની કામગીરી માટે મેંદરડા વિભાગ-૨માં ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા રાઇસીંગભાઇ ચતુરભાઇ માલ તાત્કાલિક ચિરોડા ગામે પહોંચ્યા હતા.
ચિરોડા ગામે પહોંચ્યા બાદ સ્થળ પર તપાસ કરતી વખતે જમ્પર ચોટેલું હોય તેવું જણાતાં, આર. સી. માલ વીજ લાઈન ચકાસવા માટે થાંભલા પર ચડ્યા હતા. જોકે, તેઓ જે લાઈન ચેક કરી રહ્યા હતા તે ગુંદાળા ફીડરની ચાલુ લાઇન હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન તેઓ અકસ્માતે આ ચાલુ વીજ લાઈનના સંપર્કમાં આવી જતાં તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો.
ઘટના બનતા જ ત્યાં હાજર લોકો અને સાથી કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન સવારે તબીબોએ તેમને મળત જાહેર કર્યા હતા.
મળતક આર. સી. માલ મૂળ દાહોદ જિલ્લાના બલૈયા ગામના વતની હતા અને હાલ મંદરડા પીજીવીસીએલ વિભાગ-૨માં ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા હતા. ફરજ દરમિયાન ઘટેલી આ ઘટનાથી તેમના પરિવાર અને વીજ વિભાગના કર્મચારીઓમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.
બનાવવા અંગે મેંદરડા પોલીસે જીગ્નેશકુમાર બાબુભાઇ માલનું નિવેદન લઈ આગળની કાર્યવાહી કરી હતી
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
