News of Friday, 24th April 2026
અમૃતસરમા ‘પૂ.ભાઈશ્રી' રમેશભાઈ ઓઝાના વ્યાસાસને
આયોજિત કથામાં પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાની ઉપસ્થિતિ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૪: અમળતસરમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામા પંજાબના રાજ્યપાલ મહામહિમ શ્રી ગુલાબચંદ કટારિયા પધાર્યા હતા. રાજ્યપાલશ્રીએ વ્યાસપીઠનું ભાવપૂર્વક અભિવાદન કરી કથા શ્રવણનો લાભ લીધો હતો.
આ પ્રસંગે રાજ્યપાલ કટારિયા અને પૂજ્ય ભાઈશ્રી વચ્ચે આત્મીય સંવાદ થયો હતો. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે તેઓ પૂજ્ય ભાઈશ્રીના જૂના તોહી છે. પૂજ્ય ભાઈશ્રીએ રાજ્યપાલશ્રીને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને આશીર્વાદ પાઠવ્યા હતા. કથા સ્થળ પર રાજ્યપાલના આગમનથી શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.(તસ્વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
