<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

અમરેલી જિલ્લો ધ્રુજ્‍યોઃ સવારે ભૂકંપનો હળવો આંચકોઃ ૨.૬ તીવ્રતા નોંધાઈ

કેન્‍દ્રબિંદુ અમરેલીથી ૩૯ કિ.મી દૂર : આંચકો હળવો હોવાથી ગભરાટ નહીં: વહીવટી તંત્ર સતર્કઃ જાનમાલને કોઈ નુકસાનના અહેવાલ નહીં

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૫: સૌરાષ્‍ટ્રના અમરેલી જિલ્લામાં આજે સવારે ધરતી ધ્રુજી ઉઠી હતી. જિલ્લા નજીક ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા લોકોમાં થોડીવાર માટે ગભરાટ ફેલાયો હતો.

ગાંધીનગર સ્‍થિત ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ સિસ્‍મોલોજિકલ રિસર્ચ ISR દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ ભૂકંપ આજે સવારે ૭.૧૪ કલાકે નોંધાયો હતો. ભૂકંપની તીવ્રતા ૨.૬ રિક્‍ટર સ્‍કેલ નોંધવામાં આવી છે. ભૂસ્‍તરશાષાીઓના મતે ૩.૦ થી ઓછી તીવ્રતાનો ભૂકંપ સામાન્‍ય રીતે હળવો ગણાય છે અને તેમાં મોટું નુકસાન થતું નથી.ભૂકંપનું કેન્‍દ્રબિંદુ અમરેલી શહેરથી લગભગ ૩૯ કિલોમીટર દૂર હતું.  આંચકો હળવો હોવાને કારણે મોટાભાગના લોકોને તેનો ખાસ અહેસાસ થયો ન હતો. કેટલાક ઉંચા મકાનોમાં રહેતા લોકોએ ધ્રુજારી અનુભવી હતી.(૨૩.૭)

 

 

 

 

(10:57 AM IST)