<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વેકેશનના માહોલ વચ્ચે બરડાનો જંગલ વિસ્તાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો

મોટી સંખ્યામાં પ્રવાસીઓ બરડાના જંગલની મુલાકાતે પહોંચ્યા: સિંહોનાં ટોળાં જોવા મળતાં પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વેકેશનના માહોલ વચ્ચે બરડાનો જંગલ વિસ્તાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ બરડાના જંગલની મુલાકાતે પહોંચી રહ્યા છે. અહીં સિંહોનાં ટોળાં જોવા મળતાં પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સતત બીજા દિવસે પણ પ્રવાસીઓને સિંહ દર્શનનો લ્હાવો મળ્યો હતો. જંગલ વિસ્તારમાં સાવજોની હાજરીથી પ્રવાસીઓની વેકેશન સફર યાદગાર બની રહી છે. બરડામાં સિંહોનાં દર્શન હવે પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ બની રહ્યાં છે.

(9:48 PM IST)