<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મર ડીપીમાં ધડાકા સાથે આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ

ભીડ ગેટ પાસે અચાનક ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા આસપાસના લોકોમાં ભય ફેલાયો:ટ્રાન્સફોર્મરમાંથી ધુમાડા અને આગની જ્વાળાઓ નીકળતા લોકોમાં દોડધામ મચી

કચ્છના ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મર ડીપીમાં ધડાકા સાથે આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભીડ ગેટ પાસે અચાનક ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો. વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાંથી ધુમાડા અને આગની જ્વાળાઓ નીકળતા લોકોમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં વીજ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા તેમજ વીજ પુરવઠા સંબંધિત કામગીરી હાથ ધરી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી.

(11:48 AM IST)