News of Thursday, 23rd July 2026
જામનગર જિલ્લામાં ભરપૂર વરસાદની રાહ વચ્ચે એકમાત્ર જામજોધપુર પર મેઘરાજાની કૃપા: 24 કલાકમાં નોંધાયો 25 મીમી વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર
જામનગર જિલ્લાના અન્ય 5 તાલુકાઓમાં વરસાદ ગાયબ : જોડિયામાં માત્ર 5 મીમી ઝાપટા; ગ્રામ્ય પંથક વાંસજાળીયામાં 12 મીમી સાથે બીજા નંબરે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 23 : છેલ્લા બે-ત્રણ દિવસથી જામનગર શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણનું નિર્માણ થયું છે, પરંતુ મેઘરાજા માત્ર હાજરી આપીને ચાલ્યા જાય છે. જિલ્લાની જનતા અને ખાસ કરીને ખેડૂતો કાગના ડોળે ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ સ્થિતિમાં જિલ્લાના એકમાત્ર જામજોધપુર પંથકમાં મેઘરાજા મહેરબાન થયા હોવાના સમાચાર મળ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન જામજોધપુર તાલુકામાં સૌથી વધુ 25 મીમી વરસાદ નોંધાયો છે. આનાથી તાલુકાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જામનગર જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદનું પ્રમાણ ઘણું ઓછું રહ્યું છે. જોડિયા તાલુકામા 5 મીમી,જામનગર, કાલાવડ, લાલપુર, ધ્રોલમા નહિવત અથવા સામાન્ય ઝાપટા
પડયા છે.
જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. જેમાં વાંસજાળીયા 12 મીમી સાથે બીજા ક્રમે રહ્યું. અન્ય ગામોના આંકડા આ મુજબ છે.પરડવા 8 મીમી, જામવાડી 6 મીમી, સમાણા 5 મીમી, ભણગોર 4 મીમી, મોટા વડાળા 3 મીમી, ઘુનડા 2 મીમી અને પડાણા 1 મીમી. જિલ્લાના અન્ય તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો નથી.
જિલ્લામાં હવામાન ભેજયુક્ત રહ્યું હતું.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
