તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 20th May 2026
વાંકાનેરમાં અલ્તાફને રિક્ષા સહિત કારની ઠોકરે ઉલાળી દઇ ધારીયા-પાઇપથી હુમલો
જુના પોલીસ કેસનો ખાર રાખી રાજુ, ગોપાલ સહિતના શખ્સો તૂટી પડયાનો આક્ષેપઃ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો

રાજકોટ તા. ૨૦: વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન પાછળ શક્તિ પ્લોટમાં રહેતો અલ્તાફભાઇ અબ્દુલભાઇ મુંડે (ઉ.વ.૩૫) નામનો યુવાન સાંજે સાડા આઠેક વાગ્યે રિક્ષા હંકારીને જતો હતો ત્યારે ઘર નજીક પહોંચ્યો ત્યારે રાજુ, ગોપાલ સહિતના શખ્સોએ કારમાં આવી તેને રિક્ષા સહિત કારથી ઉલાળી દઇ પછાડી દીધા બાદ ધારીયા, પાઇપથી હુમલો કરી માર મારતાં લોહીલુહાણ થઇ ગયો હતો.
દેકારો મચી જતાં લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. અલ્તાફભાઇને વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. તે એક બહેનથી મોટો અને અપરિણીત છે. અગાઉ મારામારી થઇ હોઇ તેનો પોલીસ કેસ કર્યો હોઇ આ જુની અદાવતનો ખાર રાખી હુમલો કરાયાનો અલ્તાફભાઇએ આક્ષેપ કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં વાંકાનેર સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
