તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
પોરબંદરમાં કારમાંથી પોણા લાખનો ઈંગ્લીસ દારૂ ઝડપાયો
અવાવરૂ જગ્યામાં કારમાંથી દારૂની ડીલીવરી થાય તે પહેલા પોલીસ ત્રાટકીઃ ૨ ઝડપાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૭: અવાવરૂ જગ્યામાં કારમાંથી પોણા લાખના ઈંગ્લીસ દારૂની ડીલીવરી થાય તે પહેલા પોલીસ ટીમ ત્રાટકીને દારૂ સાથે જામખીરસરાના લખમણ અરભમભાઈ અને નાઘેડીના ભરત સાંજણભાઈને પોલીસે પકડી લીધા હતા.
કર્મેચારી સોસાયટીથી જી.આઇ.ડી.સી જતા અવાવરુ રોડ પર વિન્ટો કાર રોકાવી ચેક કરતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ચપટ્ટા (કવાટર) નંગ-૫૭૬ કિ.રૂ.૮૬,૪૦૦/- કારની કિ.રૂ.૨,૫૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૩,૩૬,૪૦૦/- ના મુદામાલ સાથે લખમણ અરભમભાઇ ખુંટી ઉવ.૨૩ રહે. જામખીરસરા અને ભરત સાંજણભાઇ ગઢવી રહે.નાઘેડી વાળાને પકડી લીધા હતા.
ઈંગ્લીસ દારૂ પકડવાની કામગીરી પોલીસ ઈન્સ્પેકટર એમ.ડી.વાળા તથા PSI એ.એ.ડોડીયા, ASI ભાવિનભાઈ પ્રવિણભાઈ તથા HC વિશાલભાઈ રવજીભાઈ, વિજયસિંહ ભોજુભા, દેવેન્દ્રસિંહ ધીરૂભા, ભરતભાઇ નાથાભાઇ તથા PC કનકસિંહ પરાક્રમસીંહ ભૌતિકભાઇ હરિભાઈ, વુમન પો.કોન્સ હીરાબેન દેવશીભાઈ દ્વારા કરવામાં આવેલ છે. (રર.૪)
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
