<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

કચ્‍છના મેઘપર બોરીચી ગામે સાવકા પિતાએ પુત્રીની હત્‍યા કર્યાનો આક્ષેપ

સોફા પરથી પડીને મોત થયું હોવાની કહાનીમાં ચોંકાવનારો ઘટસ્‍ફોટ : પત્‍ની અન્‍ય પુરુષ સાથે રહેતી હતી, સગા પિતા એ હાઈકોર્ટમાં દાદ માંગ્‍યા બાદ સાવકા પિતા સામે નોધાઈ ફરિયાદ : દીકરીને સાચવવી ન પડે એટલે મોતને ઘાટ ઉતારી

(વિનોદ ગાલા દ્વારા)ભુજઃ તા.૩૦: અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામે ગત ૬ માર્ચ ૨૦૨૬ ના ૪ વર્ષની બાળકી આરાધ્‍યાનું સોફા પરથી પડી જતાં નીપજેલ મોતના બનાવમાં ચોંકાવનારો ઘટસ્‍ફોટ થયો છે. સમગ્ર મામલે મળતક બાળકીના સગા પિતા વિજય અમળતલાલ પરમારે ડોક્‍ટર દ્વારા કરાયેલ પીએમ રિપોર્ટ બાદ હાઇકોર્ટમાં દાદ માંગી હતી.

વિગતો પ્રમાણે ભચાઉના આધોઇ ગામે રહેતા વિજય અમળતલાલ પરમારના લગ્ન ૨૦૧૭ માં કળપા નવીનચંદ્ર ઉમરાણીયા સાથે થયા હતા. દંપતિ વચ્‍ચે કંકાસ થતાં એક વર્ષથી તેઓ અલગ રહેતા હતા. દરમ્‍યાન કળપા મેઘપર બોરીચી મધ્‍યે પોતાની ૪ વર્ષની પુત્રી આરાધ્‍યા સાથે યોગેશ છતાભાઈ લચ્‍છવાની સાથે લિવ ઈનમાં રહેવા લાગી હતી. બને પતિ પત્‍ની તરીકે રહેતા હતા. એ વચ્‍ચે ગત ૬ માર્ચના આરાધ્‍યા સોફા પરથી પડી જતાં તેનું અકસ્‍માત મોત નીપજ્‍યું હોવાની ફરિયાદ કરાઈ હતી.

 જોકે, પીએમ રિપોર્ટમાં માર અને ઈજાના કારણો બહાર આવતા આરાધ્‍યાના પિતા વિજય પરમારે પોલીસને અરજી આપી તપાસ કરી હત્‍યાનો ગુનો દાખલ કરવા રજૂઆત કરી હતી. જોકે, કોઈ કાર્યવાહી ન થતા વિજય પરમારે વકીલ દિનેશભાઈ જોબનપુત્રા મારફતે તબીબી રિપોર્ટમાં દર્શાવાયેલ ૧૬ જેટલી ઈજાઓના આધારે હાઇકોર્ટમાં દાદ માંગી હતી. અંતે હાઇકોર્ટના આદેશથી અંજાર પોલીસે વિજય પરમારની ફરિયાદના આધારે યોગેશ છતાભાઈ સામે હત્‍યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:47 AM IST)