<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

પોરબંદરમાં ‘ગુજસીટોક' ગુન્‍હાના ચારેય આરોપીઓની ધરપકડ

ખંડણની-લૂંટ સહિત ગુન્‍હા આચરતી ટોળકીના મયુર હરદાસ ઓડેદરા, વિશાલ નાગાજણ, માલદે રામ અને રવિ કીસાને દબોચી લેવાયાઃ ‘ગુજસીટોક'નો ગુન્‍હો નોંધાયા બાદ એલસીબીની ત્‍વરિત કાર્યવાહી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૧: સૌરાષ્‍ટ્રના પોરબંદર સહિત વિવિધ જીલ્લાઓમાં ખંડણી લૂંટ સહિત ગુન્‍હા આચરતી ગેન્‍ગના મયુર હરદાસ ઓડેદરા, વિશાલ નાગાજણ ગોરાણિયા, માલદે રામ કુછડીયા અને રવિ કીસા મુછાળ સામે ‘ગુજસીટોક' હેઠળ ગુન્‍હો નોંધાયા બાદ એલસીબીએ ત્‍વરિત કાર્યવાહી કરીને આ ચારેય આરોપીઓને રાજકોટ-પોરબંદર હાઈવે ઉપરથી ઉઠાવી લીધા હતા.

ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશનના ગુજસીટોકના ગુનાના આરોપીઓને (૧) મથુર ઉર્ફે મયલો ૩૭ હરદાસભાઇ ઓડેદરા,  વિશાલ ઉર્ફે વાકી ડોક નાગાજનભાઇ ગોરાણીયા, માલદે ઉર્ફે જગીરો રામભાઇ કુછડીયા તથા રવી કીસાભાઈ મુછાળ રહે જ્‍યુબેલી વાળાઓ વિરૂધ્‍ધ એલ.સી.બી.ઇ. ચા પો.ઇન્‍સ. આર.કે.કાંબરીયા દ્વારા શ્રી સરકાર તરફે ઉદ્યોગનગર પો.સ્‍ટે. ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્‍ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ ગુજસીટોક એકટ-૨૦૧૫ની કલમ-૩(૧)ની પેટા કલમ(૧) (૨) તથા કલમ-૩(૨) તથા કલમ-૩(૪) મુજબનો ગુન્‍હો નોંધાયેલ હતો.

આ આરોપીઓ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા ભેગા મળી આરોપી નં.(૧) મયુર ઉર્ફે મયલો ૩૭ હરદાસભાઇ ઓડેદરાની આગેવાની હેઠળ સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવી એકબીજાના સંકલનમાં રહી એકબીજાને દુષ્‍પ્રેરીત કરી છેલ્લા દસ વર્ષમાં ગુજરાત રાજ્‍યના સુરત-શહેર, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્‍ય દેવભુમી દ્વારકા, પોરબંદર જીલ્લાની હદ વિસ્‍તારમાં આરોપીઓએ સતત ગંભીર પ્રકારના ગુનાઓ આચરે છે જેમાં ખાસ કરીને એકથી વધુ વ્‍યક્‍તિઓ ભેગા થઈ ગેરકાયદેસર ટોળકી બનાવી લોકોમાં ભય અને દહેશત ફેલાવી હિંસાત્‍મક કળત્‍યો હથિયારો વડે હુમલો કરી ઈજા તેમજ ગંભીર ઈજા રતી હતી.

કેટલીક ઘટનામાં હત્‍યા અને હત્‍યા કરવાનો પ્રયત્‍ન પણ કરવામાં આવેલ છે. તેમજ પાંચ કે તેથી વધુ લોકો ભેગા થઈ લૂંટફાટ જેવા ગંભીર ગુનાઓ આચરે છે ટોળકી દ્વારા ગુનાને અંજામ આપતી વખતે એકસરખા ઇરાદા સાથે કાર્ય કરે છે. લોકોને ડરાવી ધમકાવી જાહેર સુલેહશાંતિનો ભંગ કરે છે આરોપીઓ એક સતત કાર્યરત ગુનાહિત ગેંગ તરીકે કાર્ય કરી સંગઠીત અને પુનરાવર્તિત રીતે ગુનાઓ કરવામાં આવે છે જે ગુનાઓનો હેતુ આર્થિક લાભ, દબાણ, દહેશત અને વિસ્‍તાર પર પ્રભુત્‍વ જમાવવાનો હોય છે ટોળકીના દરેક સભ્‍ય પોતાની ચોક્કસ ભૂમિકા નિભાવી સામાન્‍ય નાગરિકોમાં ભયનું વાતાવરણ ઉભું થાય તે માટે ખુન ખુનની કૌશીષ. લુટ, વ્‍યથા, મહાવ્‍યથા, મીલકતને નુકશાન, ગાળા-ગાળી ઘરફોડ ચોરી, ગે.કા અગ્નીશષા તથા કારતુસ રાખવા. ગેરકાયદેશર પ્રવેશ કરવો, અપહરણ, સરકારી કર્મચારીની ફરજમાં અવરોધ કરવો. પ્રોહીબિશન ગે કા.મંડળી બનાવવી હુમલો કરવો જેવા જુદા-જુદા ગંભીર પ્રકારના ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ઉભું કરી પોતાની ટોળકીની ગુનાહિત પ્રવળત્તિ સતત ચાલુ રાખી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરી ગુનો કર્યા બાબતેનો ગુન્‍હો નોંધાયેલ હતો.

જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્‍દ્રસિંહ ચુડાસમા તથા પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા નાઓની સુચના મુજબ એલ.સી.બી. ઇ/ચા પો.ઇન્‍સ શ્રી આર કે કાંબરીયા દ્વારા અલગ-અલગ બે ટીમો બનાવવામાં આવેલ જેમાં એલ.સી.બી સ્‍ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્‍યાન એલ.સી.બી. સ્‍ટાફના ASI રણજીતસિંહ દયાતર તથા HC લક્ષ્મણભાઇ ઓડેદરા તથા વિરેન્‍દ્રસિંહ પરમાર તથા PC નટવરભાઇ ઓડેદરાને બાતમી આધારે કે, ઉદ્યોગનગર પો.સ્‍ટે.ના ગુજસીટોકમાં પકડવાના બાકી આરોપીઓ હાલ રાજકોટ-પોરબંદર હાઇવે વનાણા ટોલનાકા પરથી કાળા કલરની એન્‍ડેવર કાર (નં. GJ-18-BE-7508) માં બેસીને નીકળતા સદરહું કારમાંથી ગુજસીટોક ગુનાના આરોપી (૧) મથુર ઉર્ફે મયલોને પકડી પાડી ચારેય આરોપીઓ તથા કાર પોલીસ હવાલે લઇ સદરહું ગુનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાણાવાવને સોંપી આપેલ છે.

ગુજસીટોકના ચારેય આરોપીઓની ધરપકડની આ કામગીરીમાં LCB I/C PI શ્રી આર.કે.કાંબરીયા તથા ASI બટુકભાઇ વિંઝુડા, રાજેન્‍દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, ઉદયભાઇ વરૂ. મુકેશભાઇ માવદીયા તથા HC સલીમભાઇ પઠાણ ઉપેન્‍દ્રસિંહ જાડેજા. હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વિરેન્‍દ્રસિંહ પરમાર તથા PC નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. PC રોહિતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતા. 

 

 

(11:09 AM IST)