News of Saturday, 25th July 2026
પાલીતાણા-તળાજાના ૨૦થી વધુ ગામોને એલર્ટ
ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ફરી ઓવરફ્લોઃ ૫૯ દરવાજા ૦.૩૦ મીટર ખોલાયાઃ ૫૧૦૦+કયુસેક પાણી છોડાયું

(મેધના વિપુલ હિરાણી-રહીમ વસાયા દ્વારા) ભાવનગર-મહુવા તા.૨૫: ભાવનગરમા ભારે વરસાદના કારણે ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. આજે સવારે તંત્ર દ્વારા શેત્રુંજી ડેમના ૫૯ દરવાજા ૦.૩૦ મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી હાલ ૫૧૦૦ કયુસેકથી વધુ પાણીની આવક-જાવક થઈ રહી છે. પાણીનો જથ્થો વધતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી શકયતાને પગલે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે.
તંત્ર દ્વારા હેઠવાસના ૨૦થી વધુ ગામોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.પાલીતાણા તાલુકાના નાની-રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માયધાર, મેંઢા, ભેગાલી, દાંતરડી, પીંગળી, ટીમાણા, સેવાળીયા સહિતના ગામોને ચેતવણી આપવામાં આવી છે. તળાજા તાલુકાના રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા, સરતાનપર સહિતના ગામોને સાવચેત કરાયા છે.
તંત્ર દ્વારા ઉપરોક્ત ગામોના લોકોને નદીના પટમાં ન જવા અને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. પશુ-ધનને પણ સુરક્ષિત સ્થળે લઈ જવા જણાવાયું છે. રેસ્કયૂ ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. પરિસ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે. (૩
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
