<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

પીએમ મોદી પછી હું બનીશ વડાપ્રધાન, મને શિવે આપ્‍યું છે વરદાન : જુઓ વિડીયો

જામનગરની યુવતીનો વીડિયો વાયરલ

મુંબઇ તા.૧૮: સોશિયલ મીડિયામાં જામનગરની એક યુવતીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે પીએમ નરેન્‍દ્ર મોદી અને ભગવાન શિવને લઈને આヘર્યજનક દાવા કર્યા છે. યુવતીનું કહેવું છે કે તે ભૂતકાળમાં જઈને ભવિષ્‍ય બદલી શકે છે અને આગામી વિધાનસભામાં સરકારને હરાવવાની વ્‍યૂહરચના પણ તેની પાસે છે.

આ વીડિયોમાં યુવતીએ દાવો કર્યો છે કે તેને ભગવાન શિવે સાક્ષાત વરદાન આપ્‍યા છે અને તે પોતે વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી પછીના દેશના આગામી વડા પ્રધાન છે. આટલું જ નહીં, યુવતીએ એવો પણ આヘર્યજનક દાવો કર્યો છે કે તે ભૂતકાળમાં પાછળ જઈને ભવિષ્‍ય સુધારવા માટેના નિર્ણયો બદલી શકે છે અને જો કોઈ તેની રુબરૂ મુલાકાત લે તો તે ભૂતકાળમાં જવાની આ ખાસ ટેકનીક ગુજરાતની પ્રજા સાથે શેર કરવા પણ તૈયાર છે. આ અજીબોગરીબ ટેકનિકના આધારે તેણે આગામી વિધાનસભા ચૂંટણીમાં હાલની સરકારને હરાવવાની ખાસ વ્‍યૂહરચના બનાવવાનો પણ વીડિયોમાં દાવો કર્યો છે.

યુવતી વીડિયોમાં કહી રહી છે કે તમે કોઈ પણ કાર્ય કરતા હો ૫ ટકા જ તમારી દિશામાં ફરક કરીને સમયની આરપાર જઈ શકો છો.  યુવતીનું કહેવું છે કે તે ભૂતકાળમાં પાછળ જઈને ભવિષ્‍ય સુધારવા માટેના નિર્ણયો બદલી શકે છે અને તે આ ખાસ ટેકનિક ગુજરાતની પ્રજા સાથે શેર કરવા પણ તૈયાર છે. આ ઉપરાંત તેણે  દાવો કર્યો છે કે તેના ૧૧૪ સહષાધાર ચક્ર અને ૩ કુંડલિની જાગૃત થઈ ગઈ છે.

કોઈ પણ આંદોલન કે ધરણા વગર, માત્ર ટેકનોલોજી અને ખાસ પ્‍લાનિગ દ્વારા આગામી ચૂંટણીમાં સરકારને હરાવવાની રણનીતિ હોવાનો પણ તેણે દાવો કર્યો છે. ભ્રષ્ટાચાર નાબૂદ કરવા અને લોકોને આત્‍મકલ્‍યાણના માર્ગે લઈ જવા માટે તેણે મીડિયા અને ગુજરાતની જનતા પાસે સપોર્ટ માંગ્‍યો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્‍યો છે.

(3:01 PM IST)