<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

અકિલા ન્યૂઝ : તાલાળા તાલુકાના ગીર જંગલની નજીક આવેલા બામણાસા ગીર ગામના ઉપલા ટાંકા વિસ્તારમાં રહેતા પૂર્વ સરપંચ વલ્લભભાઈ ઉકાભાઈ જાવંધ્રાના ઘરની બહાર શેરીમાં ત્રણ સાવજોએ ગાયનો શિકાર કરી મારણની મિજબાની માણી હતી. વલ્લભભાઈ અને તેમના પરિવારે ઘરના ઓટલે બેસીને સાવજોને કોઈપણ ખલેલ પહોંચાડ્યા વગર નિરાંતે શિકાર અને ભોજન કરતા નિહાળ્યા હતા તેમજ આ અદભૂત દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા. આ રોમાંચક અનુભવ અંગે વલ્લભભાઈએ જણાવ્યું હતું કે તેમનું ગામ જંગલ વિસ્તારને અડીને આવેલું હોવાથી અહીં ગાય અને કૂતરાની જેમ સાવજો પણ બજારોમાં સહજતાથી આંટાફેરા કરતા જોવા મળે છે. તેમણે ઉમેર્યું હતું કે સાવજ એ આપણું ઘરેણું છે અને તેનું અમને ખૂબ ગૌરવ છે. જુઓ વિડીયો

(3:02 PM IST)