તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
વાંકાનેરમાં હરેશને અકબર, અલીએ ધોકાથી ફટકાર્યો
ગાળો બોલવા મામલે ડખ્ખોઃ રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૭: વાંકાનેરમાં રેલ્વે સ્ેટેશન નજીક રહેતાં હરેશ વલ્લભભાઇ વાઘેલા (ઉ.વ.૨૫)ને સાંજે રેલ્વે સ્ટેશનની ફૂટપાથ પાસે ઉભો હતો ત્યારે અલી અને અકબર નામના શખ્સોએ ધોકા અને ઢીકાપાટુનો બેફામ માર મારતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી.
હરેશના કહેવા મુજબ પોતે ત્રણ બહેન અને ચાર ભાઇમાં નનો અને કુંવારો છે. પોતે પતરા ચડાવવાની મજુરી કરી ગુજરાન ચલાવે છે. સાંજે રેલ્વે સ્ટેશન પાસે .ભો હતો ત્યારે અલી અને અકબર ગાળો દેતાં હોઇ તેને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ હુમલો કરી ધોકાવાળી કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
