<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

પોરબંદરવાસીઓ માટે હવાઈ સેવાની ભેટ: એલાયન્સ એર દ્વારા મુંબઈ અને અમદાવાદ માટે 72-સીટર ફ્લાઈટનો પુનઃપ્રારંભ, 1 જુલાઈથી રોજની ઉડાન શરૂ

પોરબંદર-મુંબઈ-કેશોદ-અમદાવાદ રૂટ પર ATR-72 વિમાન દોડશે, મુંબઈનું ભાડું રૂ. 3499 અને અમદાવાદનું રૂ. 2499થી શરૂ, સવારે 10:25 વાગ્યે પોરબંદરથી ટેકઓફ, પ્રવાસન અને વેપારને મળશે વેગ, ઓનલાઈન બુકિંગ શરૂ

પોરબંદર : પોરબંદર અને આસપાસના વિસ્તારના લોકો માટે ખુશખબર છે. લાંબા સમયથી બંધ પડેલી હવાઈ સેવા ફરી શરૂ થવા જઈ રહી છે. એલાયન્સ એર દ્વારા આગામી 1 જુલાઈ, સોમવારથી પોરબંદરથી મુંબઈ અને અમદાવાદ માટે 72-સીટર ATR-72 વિમાનની દૈનિક ફ્લાઈટ શરૂ કરવામાં આવશે.

ફ્લાઈટ નંબર 9I-521 દરરોજ સવારે 10:25 વાગ્યે પોરબંદર એરપોર્ટથી ઉપડશે અને 11:55 વાગ્યે મુંબઈ પહોંચશે. ત્યાંથી 12:25 વાગ્યે ઉપડી 13:15 વાગ્યે કેશોદ અને 14:15 વાગ્યે અમદાવાદ પહોંચશે. 

પરત ફરતી ફ્લાઈટ 9I-522 અમદાવાદથી 14:45 વાગ્યે ઉપડી 15:35 વાગ્યે કેશોદ, 16:05 વાગ્યે મુંબઈ થઈને સાંજે 17:45 વાગ્યે પોરબંદર પરત ફરશે.

પોરબંદરથી મુંબઈનું પ્રારંભિક ભાડું રૂ. 3499 અને પોરબંદરથી અમદાવાદનું ભાડું રૂ. 2499 રાખવામાં આવ્યું છે. પોરબંદરથી કેશોદનું ભાડું રૂ. 1999 રહેશે. ટિકિટનું બુકિંગ એરલાઈનની વેબસાઈટ અને અન્ય ટ્રાવેલ પોર્ટલ પર શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ હવાઈ સેવા શરૂ થવાથી સુદામા નગરીના પ્રવાસન ઉદ્યોગ અને સ્થાનિક વેપાર-ધંધાને મોટો વેગ મળશે તેવી આશા છે.

(1:33 PM IST)