તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
કૃષિ શિક્ષણથી ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વિવિધ અભ્યાસક્રમોના પ્રવેશ માટે સુવર્ણ તકઃ જ્ઞાનની વાવણીથી સમૃદ્ધિના પાક સુધી
આધુનિક કૃષિ શિક્ષણથી આત્મનિર્ભર ભારતના શિલ્પી ઘડે છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ધોરણ-૧૦થી લઈને પીએચ.ડી. સુધીના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ; વૈજ્ઞાનિક ખેતી, સંશોધન અને રોજગારની અસંખ્ય તકો તરફ યુવાનોને આમંત્રણ : આધુનિક કૃષિ શિક્ષણ, સંશોધન અને નવાસંચારના સંગમથી યુવાનોના ભવિષ્યને નવી દિશા આપે છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ‘‘આધુનિક કૃષિ શિક્ષણ યુવાનોના ભવિષ્યને વૈશ્વિક તકોથી જોડે છેઃ ડો. બી. વી. પટોળિયા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૦૯ ‘અન્નદાતા' તરીકે ઓળખાતા ખેડૂતને હવે માત્ર મહેનતુ નહીં, પરંતુ વૈજ્ઞાનિક વિચારસરણી ધરાવતા જ્ઞાનસંપન્ન કળષિ ઉદ્યોગસાહસિક તરીકે ઘડવાનો સમય આવી ગયો છે. આ પરિવર્તનનું સૌથી મજબૂત માધ્યમ છે ગુણવત્તાસભર કળષિ શિક્ષણ. ખેતી હવે માત્ર વરસાદ અને પરંપરાગત અનુભવ પર આધારિત વ્યવસાય રહ્યો નથી, પરંતુ ડ્રોન ટેક્રોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પ્રિસિઝન ર્ફામિંગ, ક્લાઈમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર, બાયોટેક્રોલોજી, ફૂડ પ્રોસેસિંગ અને કળષિ ઉદ્યોગસાહસિકતા જેવા આધુનિક વિષયો સાથે જોડાયેલું વૈજ્ઞાનિક ક્ષેત્ર બની ગયું છે. આવી બદલાતી વૈશ્વિક જરૂરિયાતોને અનુરૂપ શિક્ષણ અને સંશોધન દ્વારા કળષિ ક્ષેત્રને નવી દિશા આપવાનું મહત્વનું કાર્ય જૂનાગઢ કળષિ યુનિવર્સિટી કરી રહી છે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે યુનિવર્સિટીમાં વિવિધ ડિપ્લોમા, તાાતક, અનુતાાતક અને પીએચ.ડી. અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ કળષિ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર (એકેડેમિક) ડો. બી. વી. પટોળિયાએ જણાવ્યું છે કે રાજ્ય સરકારની પ્રવેશ નીતિ મુજબ સમગ્ર પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન, પારદર્શક અને મેરીટ આધારિત છે. વિદ્યાર્થીઓએ નિયત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી, ડોકયુમેન્ટોની ચકાસણી તથા ચોઈસ ફિલિંગ પૂર્ણ કરવાનું રહેશે.
જૂનાગઢ કળષિ યુનિવર્સિટી માત્ર ડિગ્રી આપતી સંસ્થા નથી, પરંતુ કળષિ ક્ષેત્રના ભવિષ્યના વૈજ્ઞાનિકો, સંશોધકો, કળષિ અધિકારીઓ, ઉદ્યોગસાહસિકો અને ટેક્રોલોજી નિષ્ણાતો તૈયાર કરતી અગ્રણી શિક્ષણ સંસ્થા તરીકે ઓળખાય છે. અહીં શિક્ષણનું કેન્દ્રબિંદુ માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું સીમિત નથી, પરંતુ ‘‘લેબ ટુ લેન્ડ'' ના અભિગમ પર આધારિત છે. વિદ્યાર્થીઓને આધુનિક પ્રયોગશાળાઓ, સંશોધન ફાર્મ, કળષિ વિજ્ઞાન કેન્દ્રો, પ્રદર્શન પ્લોટ, ઉદ્યોગ મુલાકાતો અને ગ્રામ્ય ક્ષેત્રમાં પ્રત્યક્ષ તાલીમ દ્વારા વ્યવહારિક જ્ઞાન આપવામાં આવે છે.
ધોરણ-૧૦ પછી વિદ્યાર્થીઓ માટે કળષિ ડિપ્લોમા, બાગાયત ડિપ્લોમા, કળષિ ઇજનેરી, એગ્રો-પ્રોસેસિંગ એન્ડ ફૂડ ટેક્રોલોજી જેવા રોજગારલક્ષી અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. આ અભ્યાસક્રમોમાં પાક ઉત્પાદન, જમીન અને પાણીનું વૈજ્ઞાનિક સંચાલન, જીવાત અને રોગ નિયંત્રણ, આધુનિક સિંચાઈ પદ્ધતિઓ, કળષિ મશીનરી, ગ્રીનહાઉસ ટેક્રોલોજી, નર્સરી વ્યવસ્થાપન, ખાદ્ય પદાર્થોના પ્રોસેસિંગ, પેકેજિંગ, ગુણવત્તા નિયંત્રણ અને કળષિ આધારિત ઉદ્યોગોની સ્થાપના જેવા વિષયોનો વ્યાપક અભ્યાસ કરાવવામાં આવે છે.
ડો. બી. વી. પટોળિયાના જણાવ્યા મુજબ યુનિવર્સિટીનો મુખ્ય ઉદ્દેશ માત્ર શિક્ષિત યુવાનો તૈયાર કરવાનો નથી, પરંતુ એવા યુવા કળષિ વ્યાવસાયિકો તૈયાર કરવાનો છે, જે બદલાતી આબોહવા, કુદરતી સંસાધનોના સંરક્ષણ, કળષિ ઉત્પાદનક્ષમતા, ખાદ્ય સુરક્ષા અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે નવીન વિચારો અને ટેક્રોલોજીનો ઉપયોગ કરી શકે. આ માટે યુનિવર્સિટી સતત સંશોધન, ટેક્રોલોજી વિકાસ અને ખેડૂતલક્ષી વિસ્તરણ કાર્યક્રમો સાથે જોડાયેલી છે.
પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીનું વેરિફિકેશન, ચોઈસ ફિલિંગ અને મેરીટના આધારે કોલેજ ફાળવણીની સમગ્ર પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવી જરૂરી છે. પ્રવેશ સંબંધિત તમામ માહિતી સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે અને વિદ્યાર્થીઓને નિયમિતપણે વેબસાઇટ રૂww.jau.in ની મુલાકાત લેવાની પણ સલાહ આપવામાં આવી છે.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જૂનાગઢ કળષિ યુનિવર્સિટીને સતત છેલ્લા પાંચ વર્ષથી ‘‘ફાઇવ સ્ટાર રેટિંગ'' એનાયત કરવામાં આવ્યું છે, જે તેની ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થા અને શૈક્ષણિક શ્રેષ્ઠતાનું પ્રતિબિંબ છે. આજે સમગ્ર ભારતના ૨૨થી વધુ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અહીં કળષિ અને સંલગ્ન વિદ્યાશાખાઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા આવે છે, જે યુનિવર્સિટીની રાષ્ટ્રીય કક્ષાની પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાની સાક્ષી છે.
સંકલનઃ
હિરેન અમરેલીયા
માહિતી ખાતુ જૂનાગઢ
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
