તા. ૧૯ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૨ ગુરૂવાર
News of Monday, 5th October 2026
સુરેન્દ્રનગરમાં ક્લબ ૭૧ જીમ સિલ કર્યા બાદ સંચાલક અમીન મુલતાનીને ૩ દિ' રીમાન્ડમાં
મળી આવેલી પેનડ્રાઈવ અને ચોપડા અને પાંચ મોબાઇલ અંગેના ડેટા તપાસ કરવા સાઇબર પોલીસની ટીમો કામે લાગી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૫: સુરેન્દ્રનગર માં આવેલા ક્લબ ૭૧ જીમ ઉપર પોલીસ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસને એક લેટર મળ્યો કે આ જીમમાં આવતી યુવતીઓની બ્લેકમેલિંગ કરવામાં આવે છે અને દબાવવામાં આવે છે જેના આધારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે હાલના તબક્કામાં બંને જીમ સીલ કરી નાખવામાં આવ્યા છે અને જીમ સંચાલક અમીન મુલતાની ની ધરપકડ બાદ વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
જીમમાંથી ૦૫ જેટલા મોબાઈલ ફોન ૧૭ અલગ અલગ કોરા ચેક ૦૩ જેટલા ચોપડાઓ અને ૦૬ જેટલી પેન ડ્રાઈવ અને ૦૨ જેટલા સીમકાર્ડ મળી આવ્યા છે ત્યારે જીમમાં જ ફરજ બજાવતી યુવતી નું શોષણ અને ખરાબ માંગણી કરવામાં આવતી હોવાના કારણે જીમમાં ફરજ બજાવતી યુવતી જ ફરિયાદી બની છે. પ્રથમ તબક્કામાં ચેન્જિંગ રૂમ અને અન્ય જીમમાં નાખવામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરવામાં આવતા પોલીસ વિભાગને કોઈ પણ પ્રકારનો ગુપ્ત રેકોર્ડ મળી આવ્યો નથી અને ચેન્જિંગ રૂમમાંથી કોઈ પણ પ્રકારના સીસીટીવી કેમેરા પણ નથી મળી આવ્યા એટલે જીમમાં જતી યુવતીઓએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે જીમમાં જતી યુવતીઓના ફોટા વિડિયો કેસ થઈ ગયા છે તેનો ડર બતાવીને અમીન મુલતાની યુવતીઓ પાસે રૂપિયાની અને અન્ય માંગણીઓ કરતો હતો પરંતુ હવે આ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સહિતનો સ્ટાફ આ મુદ્દે હવે કામે લાગ્યો છે ત્યારે અમીન મુલતાનીને કોર્ટમાં હાજર કરતા સીટી પોલીસ દ્વારા ૦૫ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા પરંતુ ૦૩ દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે અને આ અંગે પ્રથમ તબક્કામાં મળી આવેલા અલગ અલગ પ્રકારના ડેટાની ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે ઇલેક્ટ્રોનિક માધ્યમ જે પોલીસ વિભાગ દ્વારા કબજે કરવામાં આવ્યા છે તેની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પણ હાથ ધરવામાં આવી છે વ્યાજ વટાવ ધંધો પણ અમીન મુલતાની કરતા હોવાનું સામે આવ્યું છે ત્યારે કોઈપણ યુવતી અમીન મુલતાની નો ભોગ બની હોય તો સીટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે તે પ્રકારની અપીલ પોલીસ વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
