<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

બાળકી પર હુમલો કર્યાની ઘટના બાદ જૂનાગઢના દેડકયાળી ગામે બીજો દીપડો પણ પાંજરે પુરાયો

પાંચ વર્ષની બાળકી પર હુમલા બાદ વન વિભાગે 8 પાંજરા ગોઠવ્યા હતા :ત્રણ દિવસ બાદ પ્રથમ દીપડો પાંજરે પુરાયો હતો. આજે વધુ એક દીપડો પકડાયો

જૂનાગઢના દેડકયાળી ગામે બીજો દીપડો પણ પાંજરે પુરાયો છે. પ્રથમ પકડાયેલ દીપડી, જ્યારે આજે પકડાયેલો દીપડો છે . પ્રાથમિક શાળા નજીક પટેલ સમાજ પાસેથી નર દીપડો પાંજરે પુરાયો છે . પાંચ વર્ષની બાળકી પર હુમલા બાદ વન વિભાગે 8 પાંજરા ગોઠવ્યા હતા. ત્રણ દિવસ બાદ પ્રથમ દીપડો પાંજરે પુરાયો હતો. આજે વધુ એક દીપડો પકડાતા ગામલોકોમાં ભયનો માહોલ છે . બાળકી પર હુમલાની ઘટના સ્થળથી માત્ર 200 મીટર દૂર પ્રાથમિક શાળા. બાળકોની સુરક્ષાને લઈને વાલીઓમાં ચિંતા અને ભય પ્રસર્યો છે. ગ્રાઉન્ડ રિપોર્ટમાં ગામલોકોએ ભય વચ્ચે જીવવાની વ્યથા વ્યક્ત કરી છે.

(6:48 PM IST)