News of Saturday, 18th April 2026
ચુંટણી પછી જેટલુ માન વેવાઈ વેલાને આપીએ છીએ તેટલુ માન મતદારોને આપજો, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં છોગુ તમારે જ ચઢાવવાનું છે.. મંત્રી કાંતિભાઈ અમૃતિયા.
મોરબી વોર્ડ નં 3 ભાજપ ઉમેદવારોના કર્યાલયનો ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાયો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના ભાજપના ગઢ ગણાતા વોર્ડ નં 3 ના ભાજપના ઉમેદવારો ભુપેન્દ્રભાઈ લાખાભાઇ જારીયા, જીગ્નેશભાઈ હંસરાજભાઈ કૈલા, શ્રીમતિ રમાબેન કેતનભાઈ બોપલીયા, શ્રીમતિ અર્પિતાબા કૃષ્ણસિંહ જાડેજાના સામાકાંઠે, સર્કિટ હાઉસની બાજુમાં રાજ્યસરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયાna હસ્તે રીબીન કાપી દબદબાભેર સુભારંભ કરવામાં આવ્યો હતો. અગ્રણીઓ દ્વારા દિપપ્રાગટ્ય કરવામાં આવ્યુ હતુ.
આ તકે વોર્ડ નં 3 ના ઉમેદવારો ભુપેન્દ્રભાઈ લાખાભાઇ જારીયા, જીગ્નેશભાઈ હંસરાજભાઈ કૈલા, શ્રીમતિ રમાબેન કેતનભાઈ બોપલીયા, શ્રીમતિ અર્પિતાબા કૃષ્ણસિંહ જાડેજાનું પાટીદાર સમાજના અગ્રણીઓ, ઉમા ટાઉનશિપ ગ્રુપ, ગોપાલ સોસાયટીના આગેવાનો, ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દિલુભા જાડેજા, જયુભા જાડેજા, જયવંતસિંહ જાડેજા, જ્યોતિસિંહ જાડેજા, ક્ષત્રિય સમાજના કરણીસેનાના બહેનો, હિન્દીભાસી મહિલા અગ્રણીઓ, વિદ્યુતનગર ગ્રુપ, સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી - કચ્છના પ્રમુખો, અગ્રણીઓ, ભરવાડ રબારી સમાજ, લુહાર, પ્રજાપતિ સમાજ, આહીર, બોરીચા, જૈન સમાજ, દેવીપૂજક, રઘુવંશી સમાજ , સિંધી સમાજ, વૃંદાવન સોસાયટી, વિકાસ પાર્ક, આશાપુરા ગ્રુપ, અનંતનગર યુવા ગ્રુપ, મોમાઈ કૃપા ગ્રુપ, વર્ધમાનનગર મિત્ર મંડળ સહીત તમામ જ્ઞાતિ, સમાજ, સોસાયટીઓ, સંસ્થાઓના અગ્રણીઓએ ઉત્સાહભાર ચારેય ઉમેદવારોના સન્માન કર્યા હતા. જયરાજસિંહ જાડેજા, પ્રકાશભાઈ ચબાડ સહિતના ચારેય પૂર્વ સુધરાઈ સભ્યોએ વર્તમાન ચારેય ઉમેદવારોને પાઘડી પહેરાવી સન્માન કર્યા ત્યારે ભારત માતાકી જય અને વંદે માતરમના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ.
મંત્રી કાંતિલાલ અમૃતિયાએ વોર્ડ નં 3 ના ઉમેદવારોને શીખ આપતા જણાવ્યુ હતુ કે, આપણા ઘેરે વેવાઈવેલા આવે અને આપણે જેટલું માન તેમને આપીએ તેટલુ માન ચુંટણી પછી મતદારોને આપજો તો ટકી રહેશો ખુબ આગળ વધશો.
નરેન્દ્રભાઈએ આજે દુનિયામાં ડંકો વગાડ્યો છે. આપણે તો અહીં 52 જ ચુંટવાના. મોરબીમાંથી બાવન કમળ મોકલી ગુજરાત અને કેન્દ્ર સરકારનું છોગુ ઉમેરવાનું છે. તેમણે ભાજપથી નારાજ થઈ ભાજપ સામે લડતા અપક્ષ સહિતના ઉમેદવારોને જણાવ્યું હતુ કે, ખોટા પંપ મારવા વાળાથી દૂર રહો, હજુ દૂધમાં સાકાર ભલે તેમ ભળી જાવ ને કામે લાગી જાવ, કમળ નથી તો કશુ નથી. અને 18 રેય સમાજને ટિકિટમાં આવરી લીધા છે. 52 ટીકીટ આપવાની હોય 400 ઉપર લોકો માંગે બધાને ટીકીટ ક્યાંથી મળે.
આ તકે તેમણે મતદારોને પણ અપક્ષ, કોંગ્રેસ ke આપને કોઈને મત ન આપવા અપીલ કરી હતી.
આ તકે તેમણે પ્રજાના હિત માટે કોંગ્રેસ છોડનાર જ્યંતિભાઈ પટેલની પ્રશંસા કરી હતી તો રાજનીતિના ચાણક્ય અને પૂર્વ શહેર પ્રમુખ લખાભાઈને 13 -13 વોર્ડ ખૂંદી કાઢવા જણાવ્યુ હતુ.
પૂર્વ સુધરાઈ સભ્ય જયરાજસિંહ જાડેજા એ ચારેય ઉમેદવાર નહિ પરંતુ તેને પોતાનો પરિવાર ગણાવ્યો હતો. ચંદુભાઈ હુંબલે વોર્ડ નં 3 ભજપનો ગઢ હોવાનું અને સોંથી વધુ મત અહીંથી નીકળવાનું જણાવવા સાથે આ ચુંટણી 2027 નું સેમી ફાઇનલ ગણાવી હતી. Purv મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ચારેય ઉમેદવાર એક એકથી ચઢીયાતા હોવાનું અને ચારેય કમળ નરેન્દ્રભાઈને મોકલવાનું જણાવ્યુ હતુ.
જીલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેનાએ જણાવ્યુ હતું કે અટલજીથી મોદી સુધી સેવા કર્યો થતા રહ્યાં છે. કાંતિભાઈ પણ તેમાં વિશેષ યોગદાન આપી રહ્યા છે. તેમણે ક્યાંય પેનલ નહી તોડવા પર ભાર મુક્યો હતો અને જણાવ્યુ હતુ પેનલ તોડનાર ભસ્મસુર કહેવાય.
ઉમેદવાર ભુપતભાઇ જારીયાએ અંતમાં કાયમ માટે ત્યાં ગોપાલ સોસાયટી પાસે જનસંપર્ક કાર્યાલય ખોલવાની જાહેરાત કરી હતી જેથી લોકોને કોર્પોરેશન સુધી ધકો ખાવો ના પડે.
આ તકે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા, મોરબી જીલ્લા પંચાયત પૂર્વપ્રમુખ હંસાબેન પારેઘી, પૂર્વ પ્રમુખ મોરબી શહેર ભાજપ લાખાભાઇ જારીયા, ભાજપ અગ્રણી પ્રદીપભાઈ વાળા, પૂર્વ કાઉન્સિલર પ્રકાશભાઈ ચબાડ, પૂર્વ મહામંત્રીઓ શર્વે કે. એસ. અમૃતિયા, જેઠાભાઇ મીંયાત્રા, જયુભા જાડેજા, ભાજપ અગ્રણી ગોપાલભાઈ સરડવા, પૂર્વ ઉપપ્રમુખ મોરબી જીલ્લા ભાજપ હસુભાઈ પંડ્યા, ભાજપ અગ્રણી પ્રજ્ઞેશભાઈ વાઘેલા, પ્રમુખ વોર્ડ નં 3નાથાભાઈ લાવડિયા, કિશોરભાઈ શુક્લ (સાર્થક વિદ્યાલય) તેમજ રજનીભાઇ કાલરીયા સહિતના અનેક અગ્રણીઓ તેમજ વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
(1:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
