તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Wednesday, 21st October 2026
મોરબીમાં સાવરની પાળ વિસ્તારમાં ડીમોલેશન બાદ ફરી દબાણ ન થાય તે માટે ફેન્સિંગની કામગીરી કરાશે.
મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર સુરક્ષા ૩ લાખના ખર્ચે લોખંડની જાળી લગાવવાની કામગીરી શરૂ : બન્ને સ્થળોની મ્યુનિ. કમિશનરે લીધી મુલાકાત

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના સાવરની પાળ વિસ્તાર અને મહેન્દ્રડ્રાઇવ વિસ્તારની મ્યુનિસિપલ કમિશનર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. સાવરની પાળમાં ફેન્સિંગ માટે સર્વે શરૂ ક૨વાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે મહેન્દ્રડ્રાઇવ રોડ ઉપર બન્ને બાજુ લોખંડની જાળી નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકા મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા હરકતમાં આવી છે. આ રોડ પર આવેલી ફેન્સિંગ વોલ નાની હોવાથી લોકોની સુરક્ષા માટે ત્યાં નવી જાળી મૂકવામાં આવનાર છે. અકસ્માતો નિવારવા માટે, પુલની બંને બાજુએ જે રીતે જાળી હોય છે તેવી જ રીતે અહીં પણ જાળી મૂકવાની કામગીરી શરૂ ક૨ી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંદાજે રૂપિયા ૩ લાખના ખર્ચે તૈયાર થશે. જેમાં સૌપ્રથમ નીચે સિવિલ વર્ક કરવામાં આવશે અને ત્યારબાદ તેની ઉપર મજબૂત જાળીઓ ફિટ કરીને સમગ્ર મહેન્દ્ર ડ્રાઇવ રોડ પર માળખું તૈયાર કરવામાં આવશે.
આ સાથે જ, મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસો પૂર્વે પંચાસર રોડ પર આવેલ સાવરની પાળ વિસ્તારમાં લગભગ 300 થી વધારે મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ અંગે મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ભવિષ્યમાં ફરીથી દબાણ ન થાય તે માટે તંત્ર દ્વારા ફેન્સિંગ વોલ ઊભી કરવા માટેનો સર્વે કરવામાં આવશે. આગામી સમયમાં આ સર્વેનું એસ્ટિમેટ તૈયાર કરી મંજૂરી અર્થે મુકવામાં આવશે અને ત્યારબાદ ત્યાં ફેન્સિંગની કામગીરી કરવામાં આવશે. વધુમાં, સાવરની પાળ પર ડિમોલિશન કરાયેલી જગ્યાનું બ્યુટીફિકેશન ક૨વા માટે પણ આગામી સમયમાં એક નવો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
