<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

મહુવાનાં હોમગાર્ડ જવાનનું અવસાન થતાં પૂ. મોરારીબાપુએ સાંત્વના પાઠવીને ૫૧ હજારની સહાય અર્પણ કરી

પૂ.મોરારીબાપુએ હતભાગી જવાન સ્વ.સંદીપભાઈ દવેને શ્રધ્ધાંજલિ પાઠવી : બે દીકરીઓને શ્રી ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે સહાયતા રાશિ અર્પણ કરી

રાજકોટ તા.૧૪ :         ભાદરવી પૂનમના દિવસે મહુવાનાં હોમગાર્ડ જવાન સ્વ.સંદીપભાઈ દવેનું અકસ્માતમાં અવસાન થયું હતું. પૂ. મોરારીબાપુને આ દુઃખદ ઘટનાનાં સમાચાર પ્રાપ્ત થતાં તેમણે હતભાગી જવાનને શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને તેમની બે દીકરીઓને શ્રી ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે રુપિયા ૫૧ હજારની સહાયતા રાશિ અર્પણ કરી હતી. 

               પૂ.મોરારીબાપુએ સ્વ.સંદીપભાઈ

 દવેનાં નિર્વાણ માટે પ્રાર્થના કરી હતી. આ કાર્યમાં  અતુલભાઈ ચિતલીયાની માનવતાભરી સેવા રહી હતી. આ તકે પૂ.મોરારીબાપુ પાસે હોમગાર્ડ કમાંડર શ્રી ખાંમભલિયા, ઉપ કમાંડર તેમજ મૃતક સ્વ.સંદીપભાઈ દવેના

પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.પૂ.મોરારીબાપુએ તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી હતી.તેમ જયદેવભાઈ માંકડ(તલગાજરડા)ની યાદીમાં જણાવાયું છે.

(9:34 AM IST)