<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

પોરબંદરમાં નવા ઉદ્યોગોની મોટી જાહેરાતો બાદ નકકર અમલવારી કયારે...?

કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા સાથે કન્‍ટેન્‍ટ ક્રિએટરો સાથે બેઠક દરમિયાન પોરબંદરના ઉદ્યોગ સહિત અનેક અણઉકેલ પ્રશ્‍નોની ચર્ચાઃ પત્રકારો દ્વારા સવાલો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૦: કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા કન્‍ટેન્‍ટ ક્રિએટરો સાથે બેઠક યોજાઇ હતી. જેને આવકાર મળ્‍યો છે. સાથે આ બેઠક દરમિયાન તાજેતરમાં નવા ઉદ્યોગોની જાહેરાતો બાદ તેનો નક્કર અમલ કયારે...? તેમજ માછીમારો, ખેડૂતો અને રોજગારીના પ્રશ્‍નોની ચર્ચા સાથે પત્રકારોમાં લાંબા સમયથી અણઉકેલ પ્રશ્‍નો અંગે સવાલો ઉઠયાં હતાં.

પોરબંદરની મુલાકાતે આવેલા કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇએ કન્‍ટેન્‍ટ ક્રિએટરો સાથે બેઠક યોજતા ચર્ચા શરૂ થઇ હતી કે, બેઠકનો હેતુ સ્‍પષ્‍ટ થયા પોરબંદરના વણઉકેલાયેલા પ્રશ્‍નોને ફરી ચર્ચામાં આવ્‍યા હતાં.

પોરબંદરમાં કરોડોના ઉદ્યોગો અને વિકાસની વાતો થાય છે, પરંતુ સ્‍થાનિકોને તેનો લાભ કયારે મળશે? યુવાનોને રોજગારી, માછીમારોને પાયાની સુવિધાઓ અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ કયારે મળશે? વિકાસની વાતો સાથે સાથે આ સવાલોના જવાબ પણ જરૂરી છે. જેતપુરના કેમિકલયુકત પાણીથી દરિયાઇ પર્યાવરણને થતી અસર અંગે શું કાર્યવાહી થઇ રહી છે? સ્‍થાનિક હિત સાથે જોડાયેલા પ્રશ્‍નો માત્ર નિવેદનોથી ઉકેલાતા નથી?

માછીમારી પોરબંદરની અર્થવ્‍યવસ્‍થાનો આધાર છે. બંદરની લાઇટો બંધ હોવાની ફરિયાદો અને અસ્‍માવતી ઘાટ તરફના રસ્‍તે પ્રકાશની અછત અંગે કાયમી ઉકેલ કયારે આવશે? રાત્રે અવરજવર કરતા માછીમારો અને નાગરિકોની સુરક્ષા વિકાસની પ્રાથમિકતા હોવી જોઇએ. સરકારી હોસ્‍પિટલ, ખેડૂતોની સમસ્‍યાઓ અને યુવાનોની રોજગારી જેવા પ્રશ્‍નો પણ જવાબની રાહ જોઇ રહ્યા છે.

કન્‍ટેન્‍ટ ક્રિએટરો સાથે બેઠક ખોટી નથી, આ બેઠકને આવકાર મળ્‍યો છે. પરંતુ પત્રકારો સાથે સંવાદ અને જનતાના પ્રશ્‍નોના જવાબ પણ એટલા જરૂરી છે. પોરબંદરના ઉદ્યોગો, માછીમારો, ખેડૂતો, યુવાનો અને આરોગ્‍ય સેવાઓ અંગે નક્કર પ્રગતિ કયારે જોવા મળશે? જેવા પ્રશ્‍નોના જનતાને જવાબ મળવા જોઇએ તેની ચર્ચા ઉઠી હતી

(12:08 PM IST)