તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
ભીમ અગિયારસ પછી અષાઢી બીજ પણ વરસાદ વગર કોરી જતા દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં ખેડૂતો ચિંતીત
હવે નર્મદાનું પાણી એ જ મુખ્ય આધારઃ આગોતરી વાવણી કરનારા કફોડી સ્થિતિમાં મૂકાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૭ :.. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ભીમ અગીયારસને પછી અષાઢી બીજ પણ વરસાદ વગરની કોરી ધાકોર જતાં ખેડૂતોમાં ચિંતા છે તો મોટાભાગના ડેમો પણ ૧પ થી ર૦ ટકા જ પાણી વાળા તો કયાંક ડેડ વોટરની સ્થિતિ વાળા હોય શહેરો તથા ગામડાઓમાં પીવાના પાણીનો પણ ગંભીર પ્રશ્ન આગામી સમમાં ઉભો થાય તેવી સ્થિતિ થઇ છે.
ખંભાળીયા તથા નજીકના રર ગામોને ઘી ડેમ આધારીત જળ યોજનામાં પાણી વિતરણ થતું પરંતુ ઘી ડેમમાં હવે માત્ર ચાર ફુટ જ પાણી તે પણ વચ્ચેના વિસ્તારમાં જ હોય અગાઉ એક વખત ઓવરફલો થતો ઘી ડેમ બે વર્ષ સુધી ચાલતુ પણ હવે ગ્રામ્યના પીવાના પાણી તથા ખંભાળીયા શહેર માટે વર્ષે ખલાસ થઇ જતો હોય ખંભાળીયા તથા ગ્રામ્ય વિસ્તારના અનેક વિસ્તારો હવે નર્મદાના પાણી પર જ આધારીત હોય જો વરસાદ ખેંચાશે તો લોકોને ભારે પરેશાની થશે.
અમુક ખેડૂતોએ આગોતરા પાકનું વાવેતર ખાસ કરીને મગફળીનું કરેલું તેઓ કફોડી સ્થિતિમાં મુકાઇ ગયા છે કેમ કે અડધો જૂલાઇ વીતવા છતાં હજુ ભારે વરસાદ વરસ્યો નથી.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
