<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

ચૂંટાયા પછી મતદારોને મહેમાન જેવા માન આપજો, એમના કામ કરજો તો બીજી વાર પ્રચાર કરવા પણ નહી નીકળવુ પડે.. મંત્રી અમૃતિયા

મોરબીના વોર્ડ નં 1 માં ભાજપની જંગી જાહેર સભા યોજાઈ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર અર્થે વોર્ડ નંબર 1 ના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. વોર્ડ નંબર 1 ના ભાજપના ઉમેદવારો

જયદીપભાઈ મેહતા (ક્રમાંક નંબર 01)
જયંતીલાલ પડસુંબીયા (ક્રમાંક નંબર 03)
રમાબેન રૂપાલા (ક્રમાંક નંબર 09)
વીણાબેન કંઝારીયા (ક્રમાંક નંબર 12) માટે બાપા સીતારામ મઢુલી પાસે, ગાયત્રી નગર ના ખૂણે, વાવડી રોડ, મોરબી ખાતે યોજવામાં આવી હતી. ના સમર્થનમાં યોજાયેલ સભામાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી.
આ તકે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ જણાવ્યુ હતુ કેમ, ભારતીય જનતા પાર્ટી એટલે વિશ્વાસની પાર્ટી, વિકાસની પાર્ટી નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઇ શાહ, ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવીની અવિરત લખાતી વિકાસ ગાથામાં અહીંથી આ ઉમેદવારોની પેનલ એટલેકે ચાર કમળ ચૂંટી આપી ને વિકાસની હરણફાળ માં મોકલી આપો. આગામી સમયમાં મોરબીમાં પણ કલ્પના બહારનો વિકાસ થવાનો છે આ ચારે ઉમેદવારોને તેના પણ નિમિત્ત બને તેવુ કમળનું બટન દબાવી મતદાન કરજો.
ઉમેદવાર જયંતીભાઈ પડસુંબીયા કે જેઓ જીલ્લા પંચાયત સહીત અનેક પદ પર રહી ચુક્યા છે. અને છેલ્લા 25 વર્ષથી પાટીદાર સમુહલગ્ન સમિતીમાં ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા છે તેમણે જણાવ્યુ હતુ કે, આપ અમારી પેનલ પર જે વિશ્વાસ મુકશો એ આપનો વિશ્વાસ અમો ક્યારેય તુટવા નહી દઈએ, ગમે ત્યારે રાત્રે 12 વાગે 2 વાગે ફોન કરજો આ સેવકો હાજર થશે. અમે એવુ કોઈ કામ ક્યારેય નહી કરીએ કે આપને નીચાજોણું થાય અને અમને દાગ લાગે.
મંત્રી કાંતિલાલ અમૃતિયાએ પેનલના ચારે ઉમેદવારોને એક્કા ગણાવ્યા હતા. હૂ ભાજપનો છુ, કમળથી ચૂંટાઈને મંત્રી બન્યો એટલે વિકાસના કામ થાય છે કમળ નો હોય તો કાંઈ નો થાય. તેમણે વ્યંગબાણ છોડતા જણાવ્યુ હતુ કેમ, 3 મહિના અને 21 દિવસે અહીં ખાતમુહૂર્ત કરવા આવવાનો છું, હજી બાવળ કાઢવાના બાકી છે. આ ચુંટણી એ વિકાસની ચુંટણી છે. અને અમે તો તમારા ટ્રસ્ટી છીએ. હૂ મોરબીના 52 ને 52 ને કહુ છુ વિકાસની ગાડીને આગળ લઈ જજો, બોડી સારી બનશે તો વિકાસની જ્યોત જાગશે. અંતમાં તેમણે વિપક્ષથી ગુમરાહ ન થવા પણ જણાવ્યુ હતુ.
ઉમેદવાર જયદીપભાઈ મહેતાએ આ વોર્ડના લોકોએ કોર્પોરેશન સુધી ધકો ન ખાવો પડે આ વોર્ડમાં જ કાયમી કાર્યાલય ખોલવાની જાહેરાત કરી હતી

(1:14 AM IST)