તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
ઉના દ્રોણના જગદીશભાઇ રામભાઇનું અકસ્માતમાં મૃત્યુ થતાં દીકરો અને ર દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
રૂપેણ નદીના પુલ ઉપરથી બેકાબુ ટ્રક ૧પ ફુટ નીચે નદીમાં ખાબકતા અકસ્માતઃ ટ્રક ચાલક સહિત ર વ્યકિતને ગંભીર ઇજાઃ વેરાવળ સારવાર માટે ખસેડાયાઃ મૃતકના પરિવારમાં પત્ની અને બાળકો મળી કુલ ૪ સભ્યો

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧૭ :.. નજીકના રૂપેણ નદીના પુલ ઉપર વણાંકમાં મીની ટ્રકના ચાલકે સ્ટીંયરીંગ ઉપર કાબુ ગુમાવતા મીની ટ્રક ૧પ ફુટ નીચે નદીમાં ખાબકયો હતો. આ અકસ્માતમાં ટ્રકની કેબીનમાં ફસાઇ જવાથી જગદીશભાઇ રામભાઇ (ઉ.૪ર) રહે. દ્રોણ ગામવાળાનું મૃત્યુ થયું હતું. ટ્રક ચાલક સહિત બે વ્યકિતઓને ગંભીર ઇજા થતાં વેરાવળ સારવાર માટે લઇ જવાયા છે. જગદીશભાઇ રામભાઇ બામણીયાનું અકસ્માતમાં મૃત્યુ થતાં તેના પરિવારમાં દીકરો અને ર દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા કરૂણતા વ્યાપી ગયેલ હતી. મૃતકના પરિવારમાં પત્ની સહિત બાળકો સહિત ચાર સભ્યો છે. રાત્રે નવાબંદર થી મચ્છી ભરી એક આઇસર મીની ટ્રક નવાબંદર થી મચ્છી ભરી પોરબંદર જતો હતો ત્યારે ગીર ગઢડા તાલુકા ના ઉમેદપરા ગામ પાસે આવેલ રૂપેણ નદી ના પુલ ઉપર થી પસાર થતો હતો ત્યારે રોડ ના વળાંક મા ટ્રક ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા પુલની રેલિંગ તોડી પંદર ફૂટ નીચે ટ્રક ખાબકેલ હતો. ટ્રક ની કેબીન મા બેઠેલ ટ્રક જગદીશ ભાઈ રામભાઈ બાંભણિયા ઉ. વ. ૪૨રે.. દ્રોણ તા. ગીર ગઢડા ટ્રક ની કેબીનમાં ફસાઈ ગયા હતા અને તેમને મહા મહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા અને તેનું ઘટના સ્થળ ઉપર જ તેમનું મળત્યુ થયું હતું. આ અકસ્માતમાં ટ્રક ચાલક કાળુભાઈ માવજીભાઈ ડાભી, રમેશભાઈ ગોવિંદભાઈ સાખટ રહેવાસી દ્રોણ તાલુકો ગીર ગઢડાને બન્નેને ગંભીર પહોંચતા વધુ સારવાર માટે વેરાવળ હોસ્પિટલમાં ખસેડેલ છે આ અકસ્માતનો બનાવ બનતા આજુબાજુના લોકો એકઠા થઇ ગયા હતા અને બે ઇજા પામનારને બહાર કાઢેલ હતા. આ અકસ્માતની પોલીસને આ અંગે જાણ થતા સ્થળ ઉપર પહોંચી ગયેલ. મળતક જગદીશભાઈ રામભાઈ બાભણીયા ને પરિવારમાં એક પત્ની બે દીકરી અને એક દીકરો સભ્યો હતા અને જગદીશભાઈ નું અવસાન થતા બે દીકરી અને એક દીકરા એ પિતાની છત્રછાયા ગુમાવી છે તેમના અવસાન થી દ્રોણગામ મા શોક છવાઈ ગયો છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
