તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
સુત્રાપાડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી
વાવડી, પ્રશ્નાવડા, લોઢવા સહિતના ગામોમાં મેઘરાજાએ રમઝટ બોલાવી :સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી :ખેડૂતોમાં ખુશીનો માહોલ

ગીર સોમનાથઃ સુત્રાપાડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. વાવડી, પ્રશ્નાવડા, લોઢવા સહિતના ગામોમાં મેઘરાજાએ હાજરી નોંધાવી છે. વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બે દિવસના વિરામ બાદ વરસાદ વરસતા પાકને મોટી રાહત મળી છે. ખાસ કરીને સોયાબીન અને મગફળી સહિતના પાકને વરસાદથી જીવનદાન મળ્યું છે. વરસાદના કારણે પાકને જરૂરી ભેજ મળતાં ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં પણ વરસાદ યથાવત રહે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ચોમાસું જામતા ખેતીના કામોમાં પણ વેગ આવવાની શક્યતા છે.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
