<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

પાલીતાણાના ભીલવાસ ગરાજીયા રોડ વિસ્તારમાં બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે પથ્થરમારો :સમગ્ર વિસ્તારમાં તંગદિલી

પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં મહિલાઓ સહિત 22 લોકો સામે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

પાલીતાણા શહેરના ભીલવાસ ગરાજીયા રોડ વિસ્તારમાં કોઈ અગમ્ય કારણોસર બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે પથ્થરમારો થતા સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પાલીતાણા ટાઉન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટોળાને વિખેરીને પરિસ્થિતિ પર સંપૂર્ણ કાબૂ મેળવી મામલો થાળે પાડ્યો હતો. રાહતની વાત એ છે કે આ અથડામણમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ટાઉન પોલીસ મથકમાં મહિલાઓ સહિત કુલ 22 લોકો સામે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

(1:17 PM IST)