તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
પવિત્ર ગિરનારની 36 કિમીની લીલી પરિક્રમા બાદ ભક્તોએ ગુરુદત્તાત્રેય અને અંબાજીના કર્યા દર્શન
ગિરનારના પગથિયાં ચડીને માં અંબાજીના દર્શન કરવા અને ગુરુદત્તાત્રેય ભગવાનના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા

જૂનાગઢમાં 36 કિલોમીટરની પવિત્ર ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ શ્રદ્ધાળુઓ બોરદેવી ગેટ પાસેથી ગિરનારના પગથિયાં ચડીને માં અંબાજીના દર્શન કરવા અને ગુરુદત્તાત્રેય ભગવાનના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા, જેના કારણે ગિરનાર પર્વત ઉપર ભારે ભીડ જોવા મળી હતી. પહાડ ચઢવાની કઠિનાઈ સામે પણ શ્રદ્ધાળુઓમાં જરાય ગભરાહટ જોવા નહોતી મળી, પરંતુ 'ગુરુદત્તજી જ તેમને ખેંચીને લઈ જઈ રહ્યા છે' તેવી દિવ્ય લાગણી ભક્તોએ અનુભવી હતી. યાત્રાળુઓએ મત વ્યક્ત કર્યો હતો કે દરેક વ્યક્તિએ જીવનમાં એકવાર ગિરનાર પર્વત પર જરૂર આવવું જોઈએ, જેથી જીવન ઉજ્જવળ બને અને સમસ્યાઓ સરળ થાય. ગુરુદેવ દત્ત સૌની મનોકામના પૂર્ણ કરે તેવી શ્રદ્ધા સાથે ભક્તોએ ગિરનાર શિખરના અનુભવને સ્વર્ગ સમાન ગણાવ્યો હતો. આ સાથે જ, હાલની વ્યવસ્થાઓ સારી હોવા છતાં યાત્રાળુઓની સુવિધામાં વધુ પ્રગતિ થાય અને ઉપર આવવા-જવામાં પડતી મુશ્કેલીઓમાં તાત્કાલિક સુધારો થાય તેવી કડક માંગ પણ શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવી છે.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
