તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
તળાજા તા.પં.ના પૂર્વપ્રમુખ પુત્ર,પાદરીના સરપંચ વિરૂધ્ધ હત્યાની કલમનો ઉમેરો
ભાવનગર ના શેળાવદર ગામે પવનચક્કી ને લઈ મારા મારીનો બનાવ આખરે ખૂનીખેલ મા પરિણમ્યો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૮: તળાજા પંથકમાં પવનચક્કી અને સૂર્યઉર્જા ના પ્લાન સ્થાપવવા ની સાથેસાથે સંઘર્ષ ના બીજપણ રોપાયા છે. આ ઉદ્યોગને લઈ અહીં જે બાહુબલી ઓછે,હીં મારામારી, કાનૂની વિવાદ થતા રહેતા હતા.અહીંના લોકોમાં દહેશત હતીકે પવનચક્કી ઉદ્યોગ ને લઈ ખૂનીખેલ પણ ખેલાઈશકે છે એ બાબતપણ હાલ છેલ્લા આઠ દિવસ થી હુમલાના કારણે સારવાર લઈ રહેલા શેળાવદર ગામના રહીશ ના નિપજેલ મોતને લઈસામે આવીરહ્યું છે.દાઠા પોલીસે હત્યાની કલમ ઉમેરી છે અને આવતીકાલે કોર્ટ કાર્યવાહી પણ કરવામાં આવશે.જોકે હજુ મોતનું સાચું કારણ પી.એમ નોટ આવ્યાબાદ જ ખબર પડશે.૬ પૈકીના બે આરોપીમા એક તળાજા તા.પં. ના પૂર્વ પ્રમુખ ના પુત્ર છે.બીજા પાદરી(ભં) ગામના સરપંચ છે.
‘કોઝ ઓફ ધ ડેથ' રિપોર્ટ આવ્યા પહેલાજ હુમલાના બનાવને લઈ ઘાયલ થયેલ વ્યક્તિ નું આઠ દિવસની સારવાર દરમિયાન મોતથતા દાઠા પોલીસે હત્યાની કલમનો ઉમેરોકર્યા ના બનાવની મળતી વિગતો મુજબ તળાજા ના શેળાવદર ગામના રહીશ રમેશભાઈ ધનાભાઈ જાદવ ઉ.વ.આ.૫૦ ને ગંભીરઇજાઓ સાથે ગત.તા.૨૭/૬ ના રોજ તળાજા ની સરકારી હોસ્પિટલ મા સારવાર અર્થે લાવવામાં આવ્યાહતા.અહીં તેઓને પ્રાથમિક સારવાર આપી વધુ જોઈતી સારવાર ની સુવિધા ઉપલબ્ધ ન હોય રીફર કરવામાં આવ્યાહતા.
બનાવના પગલે દાઠા પોલીસે હુમલો કરવો અને કરાવવા ના મામલે ઇજાગ્રસ્ત રમેશભાઈ જાદવ ની ફરિયાદ પરથી આરોપી તરીકે પાદરી(ભં) ગામના સરપંચ ગીગાભાઈ કથડભાઈ ભમ્મર,ધનભાઈ ભીખાભાઇ કામળિયા,રામભાઈ પાતાભાઈ ભમ્મર રે.મોટાઘાણા,રામભાઈ માણસુરભાઈ કાગ રે.સાલોલી તા.મહુવા,ગુલાબસિંહ જીણકુભા સરવૈયા રે.શેળાવદર,તળાજા તા.પં. ના પૂર્વ પ્રમુખના પુત્ર રામભાઈ ગીગાભાઈ ભમ્મર રે.પાદરી વાળા વિરુદ્ધ જીવલેણ હુમલા ની ફરિયાદ નોંધીપોલીસે તમામ ની ધરપકડ કરી જેલ હવાલે કર્યાહતા. ફરિયાદી એ આરોપ લગાવ્યો હતોકે ગામની નદીમાં કે.પી.એનર્જી વાળા બોર પાડવામાટે આવ્યા તેને ના પાડવા જતા હુમલાનો બનાવ બન્યોહતો.
આરોપી ને જયારે રિ-કંર્ટ્કશન માટે લાવવામાં આવ્યા ત્યારે અહીંની મહિલાઓ રોષેભરાઈ હતી.આરોપીઓને પોતાને હવાલે કરવામાગ કરાઈ હતી.
હુમલાને લઈ થયેલ ઇજાના કારણે સારવાર લઈ રહેલા રમેશભાઈ ધનાભાઈ જાદવ નું વહેલી સવારે મોત થયું હતું. જેને લઈ ઇન્વેસ્ટિગેશન કરતા દાઠા પો.ઇ રેવર એ જણાવ્યું હતુ કે બનાવને લઈ હત્યા ની કલમ નો ઉમેરો કરીશું.આ બાબતે કોર્ટમા પણ કાર્યવાહી કરીશું.તેઓએ ઉમેર્યુંહતુંકે મોતનું સાચું કારણ જાણવા માટે એફ.એસ.એલ પી.એમ કરાવેલછે.પી.એમ નોટમા મોતનું સાચું કારણ બહાર આવશે.
હુમલાનો ભોગ બનેલા રમેશભાઈ જાદવ છેલ્લા આઠ દિવસથી સારવાર હેઠળ હતા.તેઓને તીક્ષ્ણ હથિયાર ના નઝરે દેખાય તેવા ગંભીર ઘા ન હતા.તેઓ સારવાર દરમ્યાન જ મળત્યુ પામતાં ઇજાઓ અને સારવાર દરમિયાન મોતને લઈ હત્યાની કલમ નો ઉમેરો કરાયો છે.
મળત્યુ પામનાર રમેશભાઈ જાદવ ને તળાજા ની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા તે સમયે તેઓએ મીડિયા બાઈટ આપતા હુમલો કરનાર ત્રણ વ્યક્તિ હોવાનું જણાવ્યું હતુ.પોલીસ ફરિયાદ પણ સ્વંય રમેશભાઈ એજ નોંધાવીછે.જેમાં FIR ૬ વ્યક્તિ વિરૂધ્ધ ગુન્હો દાખલ થયેલ છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
