તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
અદાણી પોટર્સના નાણાકીય વર્ષ ૨૭ના પ્રથમ ત્રિમાસિકમાં એબીટીડીએમાં
૧૯% વૃદ્ધિઃ આંતરરાષ્ટ્રીય બંદરોનું એબીટીડીએ ૨૫૬% વધ્યું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૩૦: ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન સંચાલક અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. એ ૩૦ જૂન ૨૦૨૬ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિકના પરિણામો જાહેર કર્યા છે.
આ સમયગાળા દરમિયાન વાર્ષિક ધોરણે આવક ૧૯% વધીને રૂ. ૧૦,૮૨૧ કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાન ગાળામાં રૂ.૯,૧૨૬ કરોડ હતી. એબીટીડીએ ૧૯% વધીને રૂ.૬,૫૪૧ કરોડ પહોંચ્યું છે, જે પાછલા વર્ષે રૂ. ૫,૪૯૫ કરોડ હતું. કર બાદનો નફો ૧૦% વધીને રૂ.૩,૬૫૦ કરોડ થયો છે, જે ગત વર્ષે રૂ.૩,૩૧૧ કરોડ હતો.
આ ગાળામાં ઑસ્ટ્રેલિયા અને કોલંબોમાં મજબૂત પ્રદર્શનને કારણે આંતરરાષ્ટ્રીય બંદરોએ મજબૂત વળદ્ધિ નોંધાવી છે. તેમની આવક વાર્ષિક ધોરણે ૮૦% વધીને રૂ.૧,૭૪૭ કરોડ થઈ છે અને એબીટીડીએ ૨૫૬% વધીને રૂ.૭૩૦ કરોડ પહોંચ્યું છે. આ પ્રદર્શન અદાણી પોર્ટ્સના વિદેશી પોર્ટફોલિયોની વધતી પરિપક્વતા દર્શાવે છે. ચાલુ ઑફશોર જહાજના કાફલામાં ઉમેરા અને યુરોપિયન સબ-સી વિસ્તરણને કારણે દરિયાઈ આવક વાર્ષિક ધોરણે ૬૭% વધીને રૂ.૯૦૧ કરોડ થઈ છે.
સમીક્ષાના સમયગાળા દરમિયાન કાર્ગો વોલ્યુમમાં વળદ્ધિ, ચડિયાતું ઉત્પાદન મિશ્રણ અને ઉચ્ચ પ્રાપ્તિને કારણે સ્થાનિક બંદરોની આવક વાર્ષિક ધોરણે ૧૨% વધી છે. શ્રેષ્ઠ-ઇન-ક્લાસ એબીટીડીએ માર્જિન ૭૪% રહ્યું છે.
અદાણી પોર્ટ્સના પૂર્ણકાલીન ડિરેક્ટર અને મુખ્ય કારોબારી અધિકારી અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાનનું પ્રદર્શન ભૌગોલિક વિસ્તારો, કોમોડિટીઝ અને ગ્રાહકોમાં મલ્ટી-મોડલ એસેટ બેઝ સાથે વૈશ્વિક પહોંચને જોડતા અમારા વૈવિધ્યસભર વ્યવસાય મોડેલની મજબૂતાઈ પર ભાર મૂકે છે. અમારા સ્થાનિક બંદર વ્યવસાયની મજબૂત વળદ્ધિ કંપનીની કમાણીનો આધાર રહી છે. સમીક્ષાના સમયમાં આંતરરાષ્ટ્રીય બંદરો, મરીન અને લોજિસ્ટિક્સના નિર્ણાયક સ્કેલ-અપથી સ્કેલ-વેલ્યુ તરફના સંક્રમણે આવક વળદ્ધિ અને નફાકારકતાના મહત્વના વાહકો તરીકે કામ કર્યું છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
