તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
કચ્છના ખાવડામાં અદાણી ગ્રીન એનર્જીની બેટરી સ્ટોરેજ ક્ષમતા 6.63 GWh: ભારતમાં અડધીથી વધુ બેટરી ક્ષમતા સાથે વૈશ્વિક સ્તરે પણ અગ્રેસર
”સ્ટોરેજથી રિન્યુએબલ ઊર્જા વધુ વિશ્વસનીય અને જરૂરિયાત મુજબ ઉપલબ્ધ બનશે”; સાગર અદાણીએ 5 વર્ષમાં 50 GWh ક્ષમતાના લક્ષ્યનો સંકેત આપ્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨ : અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ ગુજરાતના ખાવડા ખાતે પોતાની કાર્યરત બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS)ની ક્ષમતા વધારીને 6.63 GWh કરી છે. કંપનીના જણાવ્યા મુજબ, ભારતની અંદાજે 12.6 GWhની કાર્યરત BESS ક્ષમતામાં હવે અદાણી ગ્રીનનો હિસ્સો 50 ટકાથી વધુ છે. આ સાથે ખાવડા એક જ સ્થળે વિશ્વની સૌથી મોટી કાર્યરત બેટરી સ્ટોરેજ સિસ્ટમ તરીકે સ્થાન ધરાવતું હોવાનો કંપનીનો દાવો છે.
ખાવડા ખાતે BESSનું નિર્માણ શરૂ કર્યાના માત્ર 14 મહિનામાં 6.63 GWhનો આંક હાંસલ કરવામાં આવ્યો છે. આ સ્ટોરેજ સિસ્ટમ 538 ચોરસ કિમી વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલા 30 GWના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ સાથે જોડાયેલી છે. કંપનીના જણાવ્યા મુજબ, BESSમાં સંગ્રહિત ઊર્જાનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરી રિન્યુએબલ ઊર્જાની ઉપલબ્ધતા અને ગ્રીડની સ્થિરતા વધારી શકાય છે.
AGELના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ જણાવ્યું હતું કે માત્ર 14 મહિનામાં 6.63 GWhની કાર્યરત બેટરી સ્ટોરેજ ક્ષમતા હાંસલ કરવી ભારતના સ્વચ્છ ઊર્જા સંક્રમણ માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. તેમના જણાવ્યા મુજબ, ગ્રીડને જરૂર પડે ત્યારે ઊર્જા સ્ટોરેજ રિન્યુએબલ ઊર્જાને વધુ મજબૂત, વિશ્વસનીય અને ડિસ્પેચેબલ બનાવવામાં મદદ કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારતમાં વીજળીની માંગ સતત વધી રહી છે ત્યારે વધુ સ્થિતિસ્થાપક અને ઓછા કાર્બનવાળા ગ્રીડ માટે બેટરી તેમજ પમ્પ્ડ સ્ટોરેજ જેવા ઊર્જા સંગ્રહના ઉકેલોને મોટા પાયે વિકસાવવાની દિશામાં કંપની આગળ વધી રહી છે. AGEL નાણાકીય વર્ષ 2026-27માં 10 GWhથી વધુ નવી સ્ટોરેજ ક્ષમતા ઉમેરવા અને આગામી પાંચ વર્ષમાં 50 GWhની સ્ટોરેજ ક્ષમતા હાંસલ કરવાના લક્ષ્ય સાથે કામ કરી રહી છે.
કંપનીના જણાવ્યા મુજબ, ખાવડા BESSમાં લિથિયમ-આયન બેટરી ટેકનોલોજી સાથે એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ અને ઓટોમેટેડ ટેલિમેટ્રીનો ઉપયોગ થાય છે. આ સિસ્ટમ પીક ડિમાન્ડ મેનેજમેન્ટ, ગ્રીડ સ્થિરતા અને જરૂરિયાત મુજબ રિન્યુએબલ ઊર્જાના પુરવઠામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
