તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
અદાણી ફાઉન્ડેશનના ‘ઉત્થાન’ પ્રોજેક્ટમાં કચ્છના ત્રણ તાલુકામાં વિજ્ઞાન મેળાનું આયોજન, ૬૪૫ બાળવૈજ્ઞાનિકોએ ભાગ લીધો
વિકસિત અને ટકાઉ ભારત માટે વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઈનોવેશન’ની સંકલ્પના, તમામ વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૪ : બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ, જિજ્ઞાસા અને નવીન વિચારશક્તિને પ્રોત્સાહન આપવાના હેતુથી અદાણી ફાઉન્ડેશનના ‘ઉત્થાન’ પ્રોજેક્ટના સહયોગથી મુન્દ્રા, માંડવી અને અંજાર તાલુકામાં તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાઓ યોજાયા હતા. ‘વિકસિત અને ટકાઉ ભારત માટે વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઈનોવેશન’ની સંકલ્પના હેઠળ યોજાયેલા આ મેળાઓમાં ત્રણેય તાલુકાના કુલ 645 વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક મોડેલ અને પ્રયોગો રજૂ કર્યા હતા. જેમાં અંજારના 230, મુન્દ્રાના 210 અને માંડવીના 205 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
દરેક બાળવૈજ્ઞાનિકને ટ્રોફીથી સન્માન
વિદ્યાર્થીઓના પ્રયાસો અને સર્જનાત્મકતાને બિરદાવવા માટે વિજેતાઓની સાથે તમામ 645 સહભાગીઓને સ્મૃતિચિહ્નરૂપ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મેળાઓથી વિદ્યાર્થીઓમાં તાર્કિક વિચારશક્તિ, સમસ્યાના ઉકેલ શોધવાની ક્ષમતા, ટીમવર્ક અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન મળ્યું હતું. અદાણી ફાઉન્ડેશનનો ‘ઉત્થાન’ પ્રોજેક્ટ વર્ષ 2018થી શૈક્ષણિક ગુણવત્તા અને સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. જિલ્લા શિક્ષણ વિભાગ સાથેના કરાર હેઠળ પ્રોજેક્ટ મુન્દ્રા-માંડવી અને અંજારની કુલ 61 શાળાઓમાં 11,000થી વધુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરે છે.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
