તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
સુરેન્દ્રનગર જીલ્લામાં હથિયારોની હેરાફેરીનું સોથી મોટુ નેટવર્ક ઝડપાયુઃ ૧૪ હથિયારો, ૨૮ જીવતી કાર્ટીસ જપ્ત
રેન્જ આઇજીની ટીમ અને સુરેન્દ્રનગરની લોકલ ક્રાઇમબ્રાંચની ટીમે ગેરકાયદેસર હથિયારો પહોંચાડવાના કોભાંડનો પર્દાફાશ કર્યો

(ફઝલ ચોહાણ દ્વારા) વઢવાણ તા.૨૨: સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયાર ચોરીનો સૌથી મોટો નેટવર્ક રેન્જ આઇ.જી નિર્લિપ્ત રાય સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે અને ૧૪ હથિયારો તથા ૨૮ જીવતી કાર્ટીસ સાથે ૧૦ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
તેમની પાસેથી જીવતા ૨૮ જેટલા કારટીસ પણ મળી આવ્યા છે કોઈપણ પ્રકારની ઘટનાને અંજામ આપે છે પહેલા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે તમામને ઝડપી લઇ અને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે અને તેમની પાસેથી હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
પોલીસે ચોટીલાના નળપેન્દ્ર પટગીર, થાનગઢના રાહુલ પરમાર, મેહુલ પરમાર, કાળું પરમાર, મેલું પરમાર, જોરાવરનગરના નવઘણ જોગરાણા, ચુડા પ્રવીણ ભાભળા, ધજાળા હર્ષ પટેલ, આણંદપુર વિનુભાઈ ચૌહાણ, ધ્રાંગધ્રા કાદર સિપાઈ, ચુડા હરેશ ઘાટલીયા, ધજાળા સમંદર ડાભીની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે હથિયારો ઘુસાડવામાં આવી રહ્યા છે અને અહીં વેચાણ કરવામાં આવતા હોય છે ગુનાહિત પ્રવળત્તિઓ સાથે જોડાયેલા તત્વો છે તે આ પ્રકારના હથિયારો ખરીદતા હોય છે અને ખરીદ વેચાણ કરવામાં આવતી હોય છે ત્યારે આ દિશામાં પણ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને કામે લગાવવામાં આવી છે પ્રથમ તબક્કામાં ૧૪ જેટલા હથિયારો ઝડપી પાડવામાં આવ્યા છે અને આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે ૧૦ લોકો સામે ગુનો દાખલ કરાયો છે અને કુલ ૨૮ જેટલી જીવતી કારટીસ પણ જપ્ત કરાઈ છે અને આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે ૧.૩૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ઝડપાયેલા ઈસમો કયાંથી ગેરકાયદેસર હથિયારો લાવતા હતા અને કયા ઇરાદે થી લાવતા હતા અને તેનો શું ઉપયોગ કરતા હતા તે દિશામાં પણ હવે ટીમોને કામે લગાવી વધુ તપાસ શરૂ કરાવી છે.(૨.૧૮)
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
