<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

મોરબી ત્રિપલ મર્ડરના ગુન્‍હામાં ફર્લો રજા ઉપરથી ફરાર આરોપીને દબોચી લેવાયો

પ્રોહીબીશનના ગુન્‍હામાં દોઢ વર્ષથી વોન્‍ટેડ આરોપીને એલસીબીએ ઝડપી લીધો

તસ્‍વીરમાં પકડાયેલ બંને આરોપી સાથે પોલીસ સ્‍ટાફ નજરે પડે છે.

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા., ૧૬ : ત્રિપલ મર્ડર ગુનામાં પેરોલ જંપ કરી ફરાર થયેલ ઈસમને ઝડપી લીધો હતો.

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમને બાતમી મળી હતી કે મોરબી તાલુકા પોલીસ મથકમાં ત્રિપલ મર્ડર ગુનામાં આજીવન કેદની સજા પામેલ આરોપી પૈકી ભરત નારણભાઈ ડાભી રહે મોરબી કેનાલ રોડ વાડી વિસ્‍તાર વાળો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ૧૪ દિવસની ફર્લો રજા મંજુર થઇ હતી અને તા. ૨૮-૧૦-૨૦૨૫ ના રોજ ફર્લો રજા પૂર્ણ થતા રાજકોટ જીલ્લા જેલ ખાતે હાજર નહિ થઈને જમ્‍પ કરી નાસી ગયો હતો છેલ્લા દશ માસથી આરોપી પેરોલ જંપ કરી ફરાર હતો જે આરોપી ભરત નારણ ડાભીને તેના મકાનેથી ઝડપી લઈને રાજકોટ જીલ્લા જેલ મોકલી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

તેમજ એલસીબી અને પેરોલ ફર્લો સ્‍ક્‍વોડના સ્‍ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્‍ટેશનના ગુના નંબર ૦૨૪૨/૨૦૨૫ પ્રોહિબિશન કલમ ૬૫(ફૂ), ૮૧ મુજબના ગુનામાં સંડોવાયેલ આરોપી હરેશકુમાર રવજીભાઇ ઝાપડીયા (ઉ.વ. ૩૦, રહે. કુવાડવા શીવધારા સોસાયટી રાજકોટ, મૂળ રહે. નાળીયેરી તા. ચોટીલા જિ. સુરેન્‍દ્રનગર) હાલ કુવાડવા ચોકડી માધવ હોટલ પાસે છે. આ ચોક્કસ હકીકતના આધારે તપાસ કરતા આરોપી ત્‍યાંથી મળી આવતા તેની અટકાયત કરી બી ડીવીઝન પોલીસને સોંપાયો હતો. 

 

(12:07 PM IST)