તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
જામનગરના ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ, ખંડણી અને હત્યાના કેસમાં આરોપીને આજીવન કારાવાસ
આજથી દસેક વર્ષ અગાઉ જામનગરના બ્રાસપાર્ટના ઉદ્યોગપતિના સગીર પુત્ર કરણનું અપહરણ કરી બે કરોડની ખંડણી માંગી હત્યા થયેલ હતીઃ હાલાર પંથકમાં ખળભળાટ મચાવતી ઘટના સંદર્ભે કોર્ટનો ચૂકાદોઃ આવા પ્રકારની ગુનાહિત માનસ ધરાવતી વ્યકિતને સમાજમાં છૂટા મુકવાથી સમાજ વ્યવસ્થા ઉપર વિપરીત અસર ઉભી થશેઃ રાજકોટના જાણીતા એડવોકેટ અનિલભાઇ દેસાઇની સરકારે આ કેસમાં સ્પે. પી. પી. તરીકે નિમણુંક કરી હતી

રાજકોટ તા.૧૮: જામનગરનાં બ્રાસપાર્ટના ઉદ્યોગપતીના સગીર પુત્રના અપહરણ,ખંડણી તથા ખૂનના આરોપીને આજીવન કારાવાસ તથા દંડની સજા કોર્ટે ફટકારી છે.
આ ચકચારી કેસમાં સરકાર તરફે સ્પે.પબ્લીક પ્રોસીકયુટર તરીકે સીનીયર ધારાસાસ્ત્રી શ્રી અનીલભાઇ આર.દેશાઇની નીમણુંક કરવામાં આવેલી હતી.
આવા પ્રકારની ગુનાહીત માનસ ધરાવતી વ્યકતીને સમાજમાં છુટા મુકવાથી સમાજ વ્યવસ્થાને વીપ્રીત અસર પડે તેવી પુરી સંભાવના રહેલ છે. તેવુ જામનગર સેસન્સ કોર્ટ અવલોકન કરીને ૧૧૩ પાનાનો ચુકાદો આપેલ હતો.
આ કેસની હકીકત એવી છે કે, જામનગર શહેરમાં તારીખ ૩૧/૦૮/૨૦૧૬ ના રોજ સીટી એડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં જામનગર ના બ્રાસપાર્ટનો ધંધો કરતા જાણીતા ઉધોગપતી શોની કિશોરભાઇ વીઠ્ઠલભાઇ થડ઼ેષ્વર ના સગીર પુત્ર કરણ કે જે જેતે સમયે સત્યસાઇ સ્કુલમાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરતો હતો તેનું અપહરણ કરી રૂપીયા બે કરોડની ખંડણી માંગી સગીર કરણનું ખુન નીપજાવવના તથા સગીર કરણનો મોબાઇલ તથા સોનાનો ચેઇન ઓળવી જવાના ચકચારી અને ગંભીર ગુનાના કામે જામનગર પોલીસે આરોપી મયંક મનસુખભાઇ સંધાણીની ધરપકડ કરેલ અને આરોપી મયંક સંધાણી ની આઇ.પી.સી કલમ ૩૦૨,૩૬૪(ક) તથા આઇ.પી.સી કલમ ૪૦૪ નો ગુનો નોંધી જામનગર કોર્ટમાં કેસ દાખલ કરેલ આ ઘટનાથી હાલારમાં હાહાકાર મચીગયેલ હતો.
આ કેસ બીજા એડીશનલ સેસન્સ જજ શ્રી વી.પી.અગરવાલની કોર્ટમાં ચાલી જતા કોર્ટે વિસ્તળત ૧૧૩ પાનાનું જજમેન્ટ ફરમાવેલ છે અને આરોપી મયંકને ખૂન,ખંડણી આઇ.પી.સી કલમ ૩૦૨,૩૬૪(ક) ના ગુનામાં તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસની સખત કેદની સજા અને આઇ.પી.સી કલમ ૪૦૪ માં બે (૨) વર્ષ ની સખત કેદની સજા ફરમાવેલ છે. અને આરોપી ને રૂપીયા ૧,૧૦,૦૦૦/- અંકે રુપીયા નો દંડ ફરમાવેલ છે અને જો આરોપી દંડ ન ભરેતો વધુ કેદની સજા ફરમાવેલ છે આરોપી દંડ ભર્યેથી તેમાંથી રૂપીયા એક લાખ પૂરા ફરીયાદી કીશોરભાઇ થડેષ્વરને ચુકવવાનો હુકમ કોર્ટે કરેલ છે.
આ ચકચારી કેસમાં ફરીયાદ પક્ષે કુલ ૩૦ સાહેદો તપાસાયેલ અને કુલ ૮૪ દસ્તાવેજો રજુ કરવામાં આવેલ અને ફરીયાદ પક્ષે સાંયોગીક પુરાવાની તમામ કડીઓ નીશંક પણે પુરવાર કરેલ છે.
આ કેસમાં સરકાર પક્ષે ખાસ નીયત સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે સીનીયર એડવોકેટ શ્રી અનીલભાઇ દેશાઇ ફરીયાદ પક્ષના કેશના સમર્થનમાં સુપ્રીમ કોર્ટ તથા વિવિધ હાઇકોર્ટનાં ચુકાદાઓ રજુ કરેલ હતો.
કોર્ટે તેના ચુકાદામાં એવી ટકોર કરેલ છે કે,આવા પ્રકારની ગુનાહીત માનસ ધરાવતી વ્યકતી ને સમાજમાં છુટા મુકવાથી સમાજ વ્યવસ્થાને વીપ્રીત અસર પડેતેવી પુરતી સંભાવના રહેલ છે તેમ ઠરાવી આરોપી મયંક સંધાણીને આજીવન કારાવાસની સખત કેદની સજા તથા દંડનો હુકમ સેસન્સ કોર્ટે ફરમાવેલ છે
આ કેસમાં ગુજરાત સરકારે નામાંકીત સીનીયર એડવોકેટ તથા સોૈરાષ્ટ્ર કરછના સંખ્યાબંધ ચકચારી કેશોમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે યસસ્વી ફરજ બજાવતા અને ચકચારી કેસોમાં ગુનેગારોને સજા કરાવતા એડવોકેટ શ્રી અનીલભાઇ આર.દેશાઇ ને સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે ખાસ નીમણુક આપેલ હતી.
મુળ ફરીયાદી કિશોરભાઇ થડેષ્વર વતી જામનગરના જાણીતા વકીલશ્રી અશોક એચ.જોશી તથા એડવોકેટ શ્રીમતી કે.એચ.ભટ્ટ રોકાયેલા હતા.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
