<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

જામનગરમાં ગેંગરેપ અને લૂંટના કેસમાં આજીવન કેદની સજા પામેલો આરોપી 12 વર્ષ બાદ પોલીસના હાથે ઝડપાયો

વર્ષ 2014માં પેરોલ પર છૂટ્યા બાદ તે ફરાર થયો હતો :પોલીસે આરોપીને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો

જામનગરમાં ગેંગરેપ અને લૂંટના કેસમાં આજીવન કેદની સજા પામેલો આરોપી 12 વર્ષ બાદ પોલીસના હાથે ઝડપાયો છે. વર્ષ 2012માં કોર્ટ દ્વારા તેને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ વર્ષ 2014માં પેરોલ પર છૂટ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. ઓપરેશન કારાવાસ-2 અંતર્ગત હાથ ધરાયેલી તપાસ દરમિયાન પોલીસે આરોપીને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો હતો. લાંબા સમયથી ફરાર રહેલા આરોપીની ધરપકડ બાદ પોલીસે વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

(7:18 PM IST)