News of Friday, 16th October 2026
લાલપુરમાં નિવૃત વિજકર્મીની હત્યામાં આરોપી ઝડપાયો :લુંટ વીથ મર્ડરના ગુન્હાને ગણતરીના દિવસોમાં ડિટેકટ કરતી પોલીસ
રેલ્વે પોલીસની મદદથી પુના સુધી તપાસ લંબાવાઈ અને આરોપીને દબોચી લેવાયો :રોકડ અને ચાંદીના બિસ્કીટ કબ્જે

લાલપુરના પારેખ બાગ રોડ પર નિવૃત વિજકર્મચારીની લુંટના ઇરાદે હત્યા કરવાના ચકચારી પ્રકરણમાં બે શકમંદ સહિત ત્રણ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી, લાલપુર અને એલસીબી દ્વારા તપાસનો ધમધમાટ આદર્યો હતો, આરોપી અન્ય રાજયમાં ચાલ્યો ગયો હોવાની વિગતો મળતા રેલ્વે પોલીસની મદદથી પુના સુધી તપાસ લંબાવવામાં આવી હતી, દરમ્યાન આરોપીને પકડી પાડયો છે, તેની પાસેથી રોકડ અને ચાંદીના બિસ્કીટ કબ્જે કરવામાં આવ્યા છે
લાલપુર ટાઉન વિસ્તારમાં રહતા અને નિવ્રુત જીવન ગાળતા મન રામજીભાઈ વાછાણા જાત.પટેલ ( ઉ.૫.૬૬)( રહે. પરિખબાગ રોડ લાલપુર તા.લાલપુર જી.જામનગર વાળા) ઓ વય નિવ્રુત હોય અને એકલા રહેતા હોય તેમના ઘરે પડેલ રોકડા રૂપીયા તથા દાગીનાની લુંટ કરવા મ્રુતક મનસુખભાઇ વાછાણીને માથાના ભાગે કોઇ વસ્તુ કે હથિયાર વડે આડેઘડ જીવલેણ ઘા મારી મનસુખભાઈનુ મોત નીપજાવી ખુન કરેલ અને તેઓના ઘરે પડેલ રોકડ રકમ તથા ચાંદીની લુંટ કરી આરોપીઓ નાસી છુટેલ હોય
લાલપુર પો.સ્ટે.માં પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૦૨૦૩૬૨૬૦૮૪૧/૨૦ર૬ ભારતીય ન્યાય સંહિતા સને-૨૦૨૩ની કલમ-૧૦૩(૧),૩૦૯(૪),૩૦૯(૬) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબનો ગુન્હો તા.૧૩/૧૦/૨૦૨૬ રોજ જાહેર થયેલ જે અન ડીટેક્ટ ગુન્હો શોધી કાઢવા અને આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ,રાજકોટનાઓએ તથા જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની (IPS)જામનગર નાઓએ સુચના કરેલ હોય જે અનવ્યે મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા સાહેબ (IPS) લાલપુર વિભાગ નાઓએ આરોપીને તત્કાલ પકડી પાડવા માટે જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપેલ હોય
જે અનવ્યે લાલપુર પોલીસ સ્ટેશનના I/C. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી.ગોહિલ તથા I/C. પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી.જાડેજા તથા લાલપુર પોલીસ સ્ટાફના અલગ-અલગ ટીમો બનાવી તથા એલ.સી.બી. શાખાની જરૂરી ટેક્નીકલ મદદ મેળવી તે હ્યુમન તથા ટેક્નીકલ સોર્સના આધારે પોલીસ સ્ટાફના પોલીસ કોન્સ. પ્રવીણભાઇ કરશનભાઇ બૈડીયાવદરા તથા દિવ્યેશભાઈ રાજશીભાઈ ભીંભા નાઓને સંયુક્ત રીતે બાતમી આધારે તથા રેલ્વે પોલીસ (પુના મહારાષ્ટ્ર રાજય)ની મદદથી આરોપી અક્ષયભાઈ અરવિંદભાઈ મોયડા જાતે.હિન્દુ(વાઘેર) (ઉ.વ.રપ) ધંધો.હોટલમાં વૈઇટર (રહે.મીઠાપુર આંખની હોસ્પીટલ પાસે બક્ષીપંચ સોસાયટી મીઠાપુર તા.ઓખા મંડળ જી.દેવભુમી દ્વારકાવાળા) ને પકડી પાડી આરોપી પાસેથી તપાસ દરમ્યાન કુલ રોકડ રૂપીયા.૯૮,૬૮૩/- તથા ચાંદીના ચોસા નંગ-૦૯ જેનુ વજન ૪,૯૯૯ ગ્રામ જેની કિ.રૂ.૧૦,૪૮,૩૨૦/- ના મળી તેમજ અન્ય ચીજ વસ્તુ મળી કુલ મુદ્દામાલ રૂ.૧૧,૪૯,૫૦૩/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે
આરોપીએ આ કામે કા.સ.કી. જેની ઉ.વ.૧૬ વર્ષ ૦૯ માસ વાળી સાથે મળીને ગુન્હામાં પુર્વ આયોજીત કાવતરૂ રચીને આ કામે મરણજનારની એક્લતાનો લાભ ઉઠાવી ગુન્હો આચરેલ હોય જેઓને અટક કરી I/C. પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી.જાડેજા એ આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.
ઉપરોકત કામગીરી લાલપુર પોલીસ સ્ટેશનના I/C. પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી.જાડેજા તથા એસ.પી.ગોહિલ તથા એ.એસ.આઈ. દિલીપસિંહ સી.ગોહિલ તથા પો.કોન્સ.પ્રવિણભાઈ કરશનભાઈ બૈડીયાવદરા તથા પો.કોન્સ. દિવ્યેશભાઈ રાજશીભાઈ ભીંભા તથા સંદીપભાઇ રામભાઇ હુણ તથા રવિભાઇ જેસાભાઈ આંબલીયા તથા ડ્રા.પો.કોન્સ. અર્જુનસિંહ મહેન્દ્રસિંહ વાળા તથા દિગ્વિજયસિંહ કલુભા જાડેજા તથા જી.આર.ડી.આશીષગીરી ગોસાઈ દ્રારા કરવામાં આવેલ છે.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
