<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

દામનગરમાં દારૂની ૧૭૬૯ બોટલ સાથે આરોપીની ધરપકડઃ એકની શોધખોળ

નરેશ નાગજીભાઇ બોદરાની વાહન સહિત રૂા.૧૦.૫૬ લાખના મુદામાલ સાથે ધરપકડ

 

 

અમરેલી- સાવરકુંડલા તા.૨૩: ભાવનગર રેન્‍જ આઇ.જી.પી. આર.વી.અસારી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતની સુચનાથી દારૂ ઝડપી લેવાયો છે.

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ દામનગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકિકત મળેલ કે, એક આઈ સુઝુ કંપનીની ડી મેકસ પીકઅપ વાહનમાં ગેરકાયદેસર ભારતીય બનાવના વિદેશી દારૂની બોટલો ભરી ઢસા તરફથી આવે છે, જે હકિકત આધારે દહીથરા ગામ પાસે વોચમાં રહી એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો, મોબાઈલ ફોન તથા વાહન સાથે ઝડપી લઇ, પકડાયેલ આરોપી તથા સંડોવાયેલ આરોપી વિરુધ્‍ધ પ્રોહી. ધારા તળે કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા દામનગર પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

પોલીસે નરેશ નાગજીભાઈ બોદરા, ઉ.વ.૫૨, રહે.પચ્‍છેગામ, તા.ગારીયાધાર, જિ.ભાવનગર હાલ રહે. સુરત, કાપોદ્રા, અક્ષરધામ સોસાયટીની ધરપકડ કરીને અલ્‍પેશ ઉર્ફે કાળુ સુરેશભાઈ શેલાર રહે.ટીંબડી, તા.મોટા લીલીયા, જિ.અમરેલી હાલ રહે.સુરત, કામરેજ વિસ્‍તારની શોધખોળ હાથધરી છે.

રોયલ સ્‍ટેગ, ફાયનેસ્‍ટ પ્રીમિયમ વ્‍હિસ્‍કીની ૧૮૦ એમ.એલ.ની દમણ બનાવટની બોટલો નંગ-૮૫૭કિ.રૂ.૨,૭૮,૫૨૫/, આઇકોનીક, ફ્રાયનેસ્‍ટ ઇન્‍ટરનેશનલ ગ્રેઈન વ્‍હિસ્‍કીની ૧૮૦ એમ.એલ.ની મહારાષ્‍ટ્ર બનાવટની બોટલો નંગ ૯૧૨ કિ.રૂ.૭૭,૫૨૦/- મળી કુલ બોટલ નંગ- ૧૭૬૯ જેની કિ.રૂ.૩,૫૬,૦૪૫/-તથા મોબાઈલ ફોન નંગ - ૧ કિ.રૂ.૫૦૦/-, એક આઈ સુઝુ ડી મેકસ પીકઅપ વાહન રજી.નંબર જી.જે.૨૭, એક્‍સ ૯૬૮૦ કિ.રૂ.૭,૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૧૦,૫૬, ૫૪૫/- ના મુદ્દામાલ જપ્ત કરેલ છે.

આ કામગીરી, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. સી.પી.વાઘેલા તથાર પો.સ.ઈ. જે.ડી.વાઘેલા પો.સ.ઈ. એમ.ડી.ગોહિલ એ.એસ.આઈ. રાહુલભાઈ ચાવડા, કનાભાઈ સાંખટ, યુવજરાસિંહ રાઠોડ, ધનશ્‍યામભાઈ મકવાણા તથા હેડ કોન્‍સ. ગીરીરાજસિંહ જાડેજા, મહેશભાઈ મુંધવા, રાહુલભાઈ ઢાપા, દશરથસિંહ સરવૈયા, અશોકભાઈ કલસરીયા, તુષારભાઈ પાંચાણી, જાહીદભાઈ મકરાણી તથા પો.કોન્‍સ. શિવરાજભાઈ વાળા, ભાવિનગીરી ગૌસ્‍વામી, અશોકભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલછે.

(12:25 PM IST)