તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
દસાડા પાસે અકસ્માત : ત્રણના મોત : ટ્રક પાછળ કાર ઘૂસી ગઇ
ઇકોમાં સવાર બેનો ભોગ લેવાયા બાદ ટ્રકનો કલીનર ભાગવા જતા ખેતરમાં ઝટકા મશીનમાં કરંટ લાગતા મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ર૬: નેશનલ હાઈવે એટલા બધા ગોઝારા બની રહ્યા છે કે અકસ્માતો ની ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવી રહી છે અને પોતાના વાહનો બે ફિકરાય પૂર્વક ચલાવી અને અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે હાઈવે ઉપર એક ઇકો કાર અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો છે જેમાં ઘટના સ્થળ ઉપર જ ઇકોમાં બે વ્યક્તિઓના મોત થયા છે જ્યારે ટ્રકનો કલીનર ટ્રક છોડી ભાગવા જતા ખેતરમાં ઝટકો મશીનનો કરંટ લાગતા તેનું પણ ખેતરમાં કમ કમાટી ભર્યું મોત નીપજ્યું છે. ૧૦૮ ને જાણકારી આપતા ઇકોમાં બેઠેલા અન્ય વ્યક્તિઓને સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે અને તાત્કાલિક અસરથી એ ઘટના સ્થળ ઉપર પોલીસ તંત્ર દોડી ગયું છે જ્યારે આ અકસ્માત સર્જાતા હાઇવે ઉપર પણ વાહનોની લાંબી લાઈનો લાગી જવા પામી હતી જે તાત્કાલિક અસરથી બંને વાહનોને આઘા પાછા કરી અને પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક પૂર્વવત કરાવવામાં આવી રહ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે
સુરેન્દ્રનગરના વડગામ અને પાનવા ગામ વચ્ચે રોડ પર ઉભેલા ટરબો ટ્રક પાછળ એક ઇકો ગાડી ઘૂસી ગઈ હતી. જેથી ઇકો ગાડીમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ટ્રકનો ક્લીનર અકસ્માત બાદ ખેતરમાં ભાગવા જતાં તેને ત્યાં ઝટકા મશીનથી કરંટ લાગતા તેનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ અકસ્માતને કારણે ઘટના સ્થળે લોકોની ભીડ જામી હતી. દસાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ વી.આઈ.ખડીયા અને પીએસઆઇ વી.જે.માલવિયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મળતદેહોને પોસ્ટમોર્ટમ માટે દસાડા સરકારી હોસ્પિટલ મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
