<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

જસદણમાં ખાનપર ચોકડી નજીક બે બાઈક વચ્ચે અકસ્માત :બાઈકસવારને માથાના ભાગે ગંભીર ઈજા

અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા અને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

રાજકોટના જસદણમાં ખાનપર ચોકડી નજીક બે બાઈક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. બે બાઈક સામસામે અથડાતા એક બાઈકસવાર રોડ પર પટકાયો હતો. અકસ્માતમાં બાઈકસવારને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર અકસ્માતની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે. CCTVમાં બે બાઈક સામસામે અથડાયા બાદ બાઈકસવાર રોડ પર પટકાતો જોવા મળે છે. ઘટનાની જાણ થતાં જસદણ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત કયા કારણોસર થયો તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 

(11:12 PM IST)