<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

સુરેન્દ્રનગરમાં માનવ સેવા સંઘ સંચાલિત મૂક-બધિર શાળામાં ગેરરીતિ અને શોષણનો થયો પર્દાફાશ: ગૃહમાતાની અટકાયત

તપાસ દરમિયાન માનસિક ત્રાસ આપવો, માર મારવો, ભૂખ્યા રાખવા, રાત્રે 12 વાગ્યા સુધી માલિશ કરાવવી, અને ઘરકામ કરાવવા જેવા ગંભીર અત્યાચારના પુરાવા મળ્યા

સુરેન્દ્રનગરમાં માનવ સેવા સંઘ સંચાલિત મૂક-બધિર શાળામાં ગેરરીતિ અને શોષણનો પર્દાફાશ કરાયો છે, ગૃહમાતાની અટકાયત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર ની માનવ સેવા સંઘ સંચાલિત મૂક-બધિર શાળા (ગ્રાન્ટેડ શાળા) માં ગુપ્ત માહિતીના આધારે વઢવાણ પ્રાંત અધિકારી તેમજ તેમની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી  શાળામાં 15 કન્યાઓ અને 27 કુમારો અભ્યાસ કરે છે. તપાસ દરમિયાન માનસિક ત્રાસ આપવો, માર મારવો, ભૂખ્યા રાખવા, રાત્રે 12 વાગ્યા સુધી માલિશ કરાવવી, અને ઘરકામ કરાવવા જેવા ગંભીર અત્યાચારના પુરાવા મળ્યા છે. દાનની સામગ્રીમાં ભ્રષ્ટાચાર અંગે તપાસ કરતા, દાતાઓ દ્વારા આપવામાં આવતી દાનની રકમ અને વસ્તુઓ બારોબાર વેચી મારવામાં આવતી હોવાના પ્રાથમિક પુરાવા પણ સામે આવ્યા છે. ગૃહમાતા વિરુદ્ધ ગંભીર ફરિયાદો મળતાં તેમની અટકાયત કરવામાં આવી છે. સંસ્થાના ટ્રસ્ટી સિદ્ધેશભાઈ મહેતાએ જણાવ્યું કે કલેક્ટર અને એસડીએમની તપાસમાં ગેરરીતિની વાત સામે આવી છે તે અંગે યોગ્ય તપાસ હાથ ધરાશે.

(8:37 PM IST)