તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
કાલાવડના ટોડા ગામના સોલાર પ્લાન્ટમાંથી કોપર કેબલ વાયર ચોરીના ગુન્હામાં ફરાર આરોપીને ગ્રામ્ય પોલીસે ઝડપી લીધો
બાતમીના આધારે કાલાવડના આણંદપર ગામે બસ સ્ટેન્ડ પાસેથી આરોપીને દબોચી લેવાયો

કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે. ના ટોડા ગામના સોલાર પ્લાન્ટમાથી કોપર કેબલ વાયર ચોરીના ગુન્હામાં છેલ્લા છએક મહીનાથી લાલશાહીથી દર્શાવેલ નાસતા-ફરતા આરોપીને કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપી લીધો છે
મે નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ વિભાગ રાજકોટ તથા જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની તથા જામ ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પીયુષ વાંદાનાઓએ ગંભીર ગુન્હાઓના નાસતા-ફરતા તહોમતદાર ઓને શોધી કાઢવા અંગે ડ્રાઇવ રાખી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જેથી કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે ના પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી.આંબલીયા નાઓએ તે અનુસંધાને જરૂરી વર્કઆઉટ કરી કરાવી નાસતા-ફરતા તહોમતદારોને શોધી કાઢવા અલગ-અલગ ટીમો બનાવી સુચના કરેલ હોય જેથી
દરમ્યાન કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ના ગુ.૨.નં.૧૧૨૦૨૦૫૬૨૫૦૫૬૫/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૩૦૩(૨),૩૨૯(૩),૩૧૭(૨),૫૪ મુજબના ગુન્હાના કામેનો લાલશાહીથી દર્શાવેલ નાસતો-ફરતો તહોમતદાર સાયર સ./ઓફ ધીરૂભાઇ જેઠાભાઇ સોલંકી (ઉ.વ.૩૫ ) ધંધો-ભંગારની ફેરી( રહે રાજારામ સોસાયટી શેરી નં-૦૪ સંતકબીર રોડ રાજકોટ વાળો )છેલ્લા છએક મહીનાથી નાસતો-ફરતો હોય જેથી કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફનાઓએ ટેકનીકલ અને હ્યુમનસોર્સના આધારે હકિકત મળેલ કે મજકુર તહોમતદાર હાલ જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામે બસ સ્ટેન્ડ પાસે હોય જેથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી સાયર સ./ઓફ ધીરૂભાઇ જેઠાભાઇ સોલંકી ઉ.વ.૩૫ ધંધો-ભંગારની ફેરી રહે.રાજારામ સોસાયટી શેરી નં-૦૪ સંતકબીર રોડ રાજકોટ
પકડાયેલ આરોપીનો ગુન્હાહીત ઇતીહાસ :
(૧)ચોટીલા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧૨૧૧૦૦૯૨૨૦૩૭૫/૨૦૨૨
ઇ.પી.કો. કલમ ૩૮૦,૪૫૭,૫૧૧.૧૧૪
આ કામગીરી કરનાર ટીમના અધિકારી/કર્મચારીઓમાં P.I. એન.વી.આંબલીથા તથા ASI ગીરીરાજસિંહ આઇ.જેઠવા HC મહેશકુમાર એમ.ચાવડા તથા P.C ફુલદીપસિંહ જાડેજા P.C અલ્તાફભાઇ સમા તથા P.C નિરંજકુમાર મુંધવા તથા P.C પ્રદિપભાઇ ભંડેરી તથા P.C વનરાજભાઈ ગઢાદરા દ્વારા કરવામા આવેલ છે
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
