<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

બગસરા તાલુકા પંચાયતમાં AAP અને લીલીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન

અમરેલી જીલ્લામાં ભાજપનો દબદબો પણ જબરો અપસેટ સર્જાયોઃ ધારીમાં પણ આપનું ખાતુ ખુલ્‍યું: ૬ સીટો મેળવી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૮: અમરેલી જિલ્લામાં નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. મોટાભાગની સંસ્‍થાઓમાં ભારતીય જનતા પાર્ટીએ વર્ચસ્‍વ જાળવ્‍યું છે, જ્‍યારે કેટલીક જગ્‍યાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પણ સફળતા મળી છે.

નગરપાલિકાના પરિણામઃ બાબરા નગરપાલિકાર્ઃં કુલ ૨૪ બેઠકોમાંથી ભાજપે ૨૨ બેઠકો જીતી સ્‍પષ્ટ બહુમતી મેળવી છે. કોંગ્રેસને માત્ર ૨ બેઠકોથી સંતોષ માનવો પડ્‍યો છે. ધારી નગરપાલિકાઃ કુલ ૨૮ બેઠકોમાંથી ભાજપે ૧૮ બેઠકો કબજે કરી છે. આ ઉપરાંત ૪ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. આમ આદમી પાર્ટીએ ૬ બેઠકો જીતી સારો દેખાવ કર્યો છે, જ્‍યારે કોંગ્રેસનું ખાતું પણ ખુલી શકયું નથી.

તાલુકા પંચાયતના પરિણામઃ અમરેલી તાલુકા પંચાયતઃ કુલ ૧૮ બેઠકોમાંથી ભાજપે ૧૬ બેઠકો જીતી એકતરફી વિજય મેળવ્‍યો છે. કોંગ્રેસ અને AAPને ૧-૧ બેઠક મળી છે.ગસરા તાલુકા પંચાયતઃ અહીં આમ આદમી પાર્ટીએ મોટો ઉલટફેર કર્યો છે. કુલ ૧૬ બેઠકોમાંથી AAPએ ૧૦ બેઠકો જીતી સત્તા કબજે કરી છે. ભાજપને ૬ બેઠકોથી સંતોષ માનવો પડ્‍યો છે.

ખાંભા તાલુકા પંચાયત કુલ ૧૬ બેઠકોમાંથી ભાજપે ૧૨ બેઠકો જીતી સ્‍પષ્ટ બહુમતી મેળવી છે. AAPને ૩ અને કોંગ્રેસને ૧ બેઠક મળી છે. લીલીયા તાલુકા પંચાયતઃ અહીં કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે. કુલ ૧૬ બેઠકોમાંથી કોંગ્રેસે ૯ બેઠકો જીતી બહુમતી મેળવી છે, જ્‍યારે ભાજપને ૭ બેઠકો મળી છે.

એકંદરે અમરેલી જિલ્લામાં ભાજપે મોટાભાગની સંસ્‍થાઓમાં આગેવાની જાળવી રાખી છે, પરંતુ બગસરામાં AAP અને લીલીયામાં કોંગ્રેસે જીત મેળવી ત્રિપાંખીયો જંગ બતાવ્‍યો છે. (૩.૨૦)

 

નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

* લીલીયા મોટા તાલુકા પંચાયતની ભોરીગડા બેઠક ઉપરથી કોંગ્રેસના યુવા ઉમેદવાર હિતેષભાઇ રંગપરાનો રપ૬ મતથી વિજય થયો છે. 

* ધોરાજી તાલુકાના પંચાયત સીટ કુલ બેઠક ૧૬, બિનહરીફ ૦૧ ભાજપ, ભાજપ-૦૧, કોંગ્રેસ-૦૧, અન્‍ય-૦, કોંગ્રેસ ઉમેદવાર શારદાબેન કાનગડ વિજય થયા છે.

* ધોરાજી તાલુકા પંચાયતની છાડવાવદર સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર શારદાબેન કાનગડનો વિજય થયો.

* રાપરમાં આમ આદમી પાર્ટીએ ખાતુ ખોલ્‍યુ આડેસર તાલુકા પંચાયતમાં શરીફ ગુલમમ્‍મદ સમેજા આમ આદમી પાર્ટી વિજેતા

(5:21 PM IST)