તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
ગઢડા તાલુકા પંચાયતના આપના સદસ્ય પર જીવલેણ હુમલો: ચૂંટણીની અદાવતમાં પાઈપો-લાકડીઓ ઉછળી
તાલુકા પંચાયતના સદસ્ય પ્રવિણ મકવાણા પર જીવલેણ હુમલો થતા રાજકીય ગરમાવો

બોટાદના ગઢડા તાલુકા પંચાયતના સદસ્ય પ્રવિણ મકવાણા પર જીવલેણ હુમલો થતા રાજકીય ગરમાવો આવી ગયો છે. મોટા સખપર ગામના વતની અને આમ આદમી પાર્ટીના સદસ્ય પ્રવિણ મકવાણા જ્યારે પોતાના વિસ્તારમાં હતા, ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ તેમને ઘેરી લીધા હતા. હુમલાખોરોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે પ્રવિણભાઈ પર લાકડીઓ અને લોખંડના પાઈપ વડે આડેધડ પ્રહાર કરવાનું શરૂ કરી દીધું હતું.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
